આજોલ ગામે તપોધન બ્રાહ્મણ સમાજ ના ભવ્ય સમુહ લગ્ન યોજાયા

શ્રી મહાદેવ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા તારીખ 8-2-2020 ને શનિવારે શ્રી સી. એચ. એમ. શાહ નર્સિંગ કોલેજ આજોલ મુકામે તપોધન બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞો પવિત સંસ્કાર સમારોહ આયોજન કરેલ આ શુભ પ્રસંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના શુભ આશય ને ધ્યાને રાખીને સાઈબર ક્રાઈમ એટલે શું તે અંગેની માહિતી આપતો સેમિનાર ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગર રેન્જ ના સહયોગથી ૩ યોજાયો. આ કાર્યક્રમમાં શ્રી મયંકસિંહ ચાવડા (IPS) રેન્જ આઇ.જી.પી. શ્રી આર. આર. રાવલ જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર, ઉદ્યોગપતિ શ્રી જે. એસ. પટેલ, શ્રી પ્રતાપસિંહ ઠાકોર (ભામાશા), ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર શ્રી નરેશ કનોડીયા, શ્રી કાળુજી ઠાકોર, સરપંચશ્રી, કુડાસણ ઉપસ્થિત રહ્યા.
શ્રી મહાદેવ ચેરીટેબલ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાનારા સમૂહ લગ્નોત્સવ અને ઉપનયન સંસ્કાર સમારોહમાં લોકોપયોગી માહીતીના ઉમદા ઉદ્દેશ સાથે સાઈબર ક્રાઇમથી પરચિત કરવાનો નવતર પ્રયોગ બ્રાહ્મણ સમાજમાં સૌ પ્રથમવાર થયો. આજોલ ખાતે ૧૩ કન્યાઓ પ્રભુતામાં પગલાં માંડીયા જેને દાતાઓ તરફથી સિલાઈ મશીન, ઘરઘંટી, ફ્રીજ, ઓવન સ્માર્ટ એલઇડી ટી.વી, સોનાની બુટ્ટી ઉપરાંત ઘરવખરીની વિપુલ સામગ્રી ભેટ મળી છે ! દરેક કન્યાને કુપોષણ નિવારણ અને ક્ષમતા યુક્ત આહાર માટે પ્રથમ પ્રસુતિ વખતે રૂ. ૫૦૦૧ – આપવાની યોજના સંયોજકોએ અમલમાં મુકી. આ લગ્નોત્સવને વ્યાપક લોકપ્રિયતા હાંસલ થઈ સમૂહ લગ્નમાં દાતાઓનો ઘણો સહયોગ મળ્યો છે. જેમાં કરીયાવરના દાતા, રોકડ દાનના દાતાએ ઘણુ મોટુ યોગદાન આપ્યું છે.
આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમયશકિત ન વેડફાઈ એવો હતો. તેમજ આ લગ્નોત્સવમાં સ્વયંસેવકોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. વ્યક્તિથી મોટો સમાજ છે, સમાજથી મોટો રાષ્ટ્ર હોય અને તેમાં સમાજમા સંગઠન ભળે,તો સોના મા સુગંધ ભળે. સમાજના ઐતહાસિક સમૂહ લગ્નને મળેલ સફળતાનો શ્રેય શ્રી બાવીસ ગામ તપોધન સમાજના સર્વે સમાજ જન, દાતાના અને મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાની નીસ્થાપૂર્વક મહેનત છે. સાથે જ નવદંપતી તેમજ તેમના પરિવારો એ આ ઐતહાસિક પહેલમાં ભાગ લઇ સમાજને નવી રાહ ચીંધી છે. આજના સમુહ લગ્નના આયોજનના સહભાગી સૌનો ઋણ સ્વીકાર શ્રી રાજેન્દ્રભાઈ રાવલ કર્યા ઉત્તમ રસોઈ સુંદર મંડપ માટે છેલ્લા એક અઠવાડીયાથી નોકરી સાથે પણ સહયોગી આજના પ્રસંગને અજવાળવા મહેનત કરનાર સૌ સાથીઓને તેમના ઉજજવલ ભવિષ્યની કામના કરી.
મનોજ રાવલ (ધનસુરા)