રાજકોટ : બાળકીની માતા આગળ આવે અમે સાથે ઊભા રહીશું : CP

- બાળકીની આંખ ખુલી સ્માઇલ આપી એ ક્ષણ જીવનમાં યાદ રહેશે.
રાજકોટ શહેર તા.૮.૩.૨૦૨૦ ના રોજ ઠેબચડા ગામે અનેક ઘા સહન કરીને મોતને મહાત આપવાનો પ્રયાસ કરી રહેલી બાળકી સારવાર હેઠળ છે. પોલીસ કમિશનરે તેને અંબા નામ આપ્યું છે. મહિલા દિને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પોલીસ કમિશનર બાળકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એન.આઈ.સી.યુ. માં તેમની સાથે પોલીસ અધિકારીઓ હતા. C.P. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મહિલા દિને અધિકારીઓની એવી ઈચ્છા હતી. કે પહેલા અંબેને મળવા આવીએ. તેને જોવા ગયા ત્યારે તેને આંખો ખોલીને સ્મિત આપ્યું હતું. જેથી ઘણો આનંદ થયો હતો. અને બધા ભાવવિભોર બન્યા હતા.
બાળકીને કોણે ફેંકી અને તેના માતા-પિતા કોણ છે. તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ કમિશનરે બાળકીની માતાને ઉદ્દેશી કહ્યું હતું કે. દીકરીની માતા આ અપીલ સાંભળીને આગળ આવે, તંત્ર તેમજ સમાજ તેની પડખે ઊભો રહેશે. અંબેને દત્તક લેવા બાબતે કહ્યું હતું કે, તેમની પાસે ઘણા લોકો બાળકીને દત્તક લેવા ઘણા શહેરીજનો તેમજ પોલીસ પરિવાર આગળ આવી રહ્યા છે. નાગપુરથી પણ એક દંપતી આવ્યું હતું. જો કે તે અંગેનો તમામ નિર્ણય ચાઈલ્ડ વેલ્ફેર કમિટી કરશે.
હાલ અંબાની કસ્ટડી જિલ્લા વહીવટી તંત્ર અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે છે. અંબે સાજી થશે એટલે તેને કાઠિયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવશે. અને તે પછી ૬૦ દિવસ બાદ અંબાને દત્તક દેવા માટે કેન્દ્ર સરકારમાં કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનરે બાળકીને દત્તક લેવાની જાહેરાત કરી હતી. હોસ્પિટલ બહાર બાળકીના દીર્ઘાયું માટે મુકાયેલા સાઇન બોર્ડમાં તેઓએ લખ્યું હતું કે, વ્હાલી અંબા વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું તેમજ બાળકીને ગીફ્ટ પણ આપી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)