રાજ્યમાં લોક ડાઉનના લીધે કડી સંપૂર્ણપણે બંધ

સમગ્ર રાજ્યમાં કોરોનાના લીધે ગયી કાલ રાત થી રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે જેના લીધે કડી શહેરમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. દૂધ, શાકભાજી અને કરિયાણાની દુકાન સવારમાં બે કલાક માટે ખુલ્યા બાદ બંધ થયી ગયી હતી. જ્યારે બીજી આવશ્યક સેવા સિવાય શહેરમાં સજ્જડ બંધ હાલત માં જોવા મળ્યું હતું. લોકો પોત પોતાના ઘરમાં જ ભરાઈ રહ્યા હતા.