પાલનપુર તાલુકાના રામપુરા(સદરપુર) અને આજુબાજુ ગામના યુવામિત્રોએ ફાળો એકત્ર કરી ૧૮૦ કીટનું વિતરણ કર્યુ

પાલનપુર,
કોરોના વૈશ્વિક મહામારીના લોકડાઉન સમયમાં જરૂરીયાતમંદ અને રોજનું કમાઇને ખાનારા લોકો માટેનો વિચાર કરી પાલનપુર તાલુકાના રામપુરા(સદરપુર) અને આજુબાજુના ગામના યુવામિત્રોએ ફાળો એકઠો કરી ૧૮૦ જેટલી રાશન કીટ બનાવી તેનું વિતરણ કર્યુ હતું. પાલનપુરના સદરપુર, વાસડા, કરજોડા, અલીગઢ, ધનિયાણા ચારરસ્તા, આર.ટી.ઓ. વિસ્તાર, હરીપુરા વિસ્તાર તથા પરપ્રાંતિય મહારાષ્ટ્રરથી આવેલા શેરડીના રેકડી ચલાવતા જરૂરીયાતમંદ પરિવારોને ૧૦ કિ.લો. ઘઉં, ૨ કિ.લો.ચોખા, ૧ કિ.લો.મીઠું, ૧ કિ.લો.ગોળ, ૧ કિ.લો. તેલ, ૨.૫ કિ.લો. બટાકા, ૨.૫ કિ.લો. ડુંગળી, ૨૫૦ ગ્રા. મરચું, ૧૦૦ ગ્રા. હળદર, ૧ ગ્રા. ધાણાજીરૂની કીટ તૈયાર કરી વિતરણ કરાયું હતું.