સુરતમાં પરપ્રાંતિયોએ કર્યો હોબાળો

ફરી 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે આવા સમયે કેટલાય લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા હોવાની ખબરો પણ આવી રહી છે. લોકડાઉનની સમય મર્યાદા લંબાતા સુરતમાં પરપ્રાંતિઓએ હોબાળો મચાવ્યો છે.મોટી સંખ્યામાં પરપ્રાંતિયો બહાર નિકળી હોબાળો કર્યો વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય કારીગરો એકઠા થયા હતા. આ પરપ્રાંતિયોની માગ છે કે, તેઓને ભોજનની વ્યવસ્થા મળતી નથી તેવા હોવાના આક્ષેપ સાથે ભેગા થયા હતા. હાલ ત્યાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. સીઆઈએસએફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કારીગરોને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.