હીરાવાડી શીતલા માતાની ગલીના સ્થાનિકોએ સફાઈ કર્મચારીનું કર્યું સ્વાગત

હીરાવાડી શીતલા માતાની ગલીના સ્થાનિકોએ સફાઈ કર્મચારીનું કર્યું સ્વાગત
Spread the love

સમગ્ર દેશ સહિત રાજ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે આ નૉવેલ કોરોના વાયરસ ને નાથવા સરકાર અલગ અલગ પ્રયાસ કરી રહી છે. આ વાયરસને નાથવા પ્રધાનમંત્રી દ્વારા દેશમાં લોકડાઉન કરી કોરોના વાયરસ ઉપર કાબુ મેળવ્યો હતો. કોરોના વાયરસના આ કહેરથી બચવા લોકો ઘરોમાં રહેવાનું વધાર પસંદ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના તમામ સફાઈ કર્મચારીઓ સાથે મીડિયા, પોલીસ, ડૉક્ટર પણ પોતાના જીવનની ચિંતા કરે વગર લોકોને સેવા આપી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં પોલીસની કામગીરી ને બિરદાવવા માટે લોકોએ પુષ્પ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું.

આજે હીરાવાડી મહાવીરનગર વિસ્તારમાં આવેલ શીતલા માતાના મંદિર વાળી ગલીમાં આજ એક એવા દ્રશ્યો જોવા મળ્યા તે સરાહનીય હતા. શીતલા માતા મંદિરની ગલીમાં છેલ્લા ૧૦વર્ષથી સફાઈ કામદાર કિસન વાઘેલા સફાઈ કરી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે માનવતાની એક મહેક શીતલા માતાના મંદિર વાળી ગલીમાં જોવા મળી. આ જગ્યા બ્રાહ્મણ સંતોષ ત્રિવેદી દ્વારા સફાઈ કર્મચારીનું સ્વાગત નોટો માળા બનાવી તેમની આરતી પણ ઉતારી હતી. સંતોષ ત્રિવેદીએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ આ લોકો કોરોના જેવી મહામારીથી ત્રસ્ત છે ત્યારે આવા લોકો પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર દેશની ચિંતા કરી રહ્યા છે અને દેશને સફાઈ કરી રોગમુક્ત કરી રહ્યા છે.

આ અવસરે અમારું પણ એક કર્તવ્ય જાતપાતને છોડી નિભાવવાનું બને છે અને આજે અમે કિસન વધેલા જેમાં કર્મનિષ્ટ નિર્ડર વ્યક્તિનું સ્વાગત કરી તેમનો મનોબળ વધાર્યું છે. પ્રધાનમંત્રીએ પણ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું કે આજે દેશમાં વૈશ્વિક મહામારીને લઈ ચિંતા વધી રહી હોય ત્યારે આજે અમારે એવા વ્યક્તિઓનું મનોબલ વધારવું જોઈએ જે આ વૈશ્વિક મહામારીથી બચાવવા અથાગ કઠોર પરિશ્રમ કરી રહ્યા છે જેમ કે, સફાઈ કર્મચારી, ડૉક્ટર, પોલીસ, અને મીડિયા પણ આ પલની દેશને જાણકારી આપી રહ્યા છે ત્યારે અમે આવા વક્તિઓનું સ્વાગત સન્માન કરવું એ અમારું કર્તવ્ય છે. આ બાબતે સફાઈ કર્મચારી કિસનસિંહ વાઘેલાએ પણ જણાવ્યું કે આ ગલીઓ,શેરીઓ,અને સોસાયટીઓ મારુ પરિવાર છે અને આ પરિવારની ચિંતા મારા માટે સ્વભાવિક છે અને જ્યાં સુધી મારુ જીવન છે હું ત્યાં સુધી મારા પરિવારની ચિંતા માટે હંમેશા કટિબદ્ધ રહીશું.

(રવિન્દ્ર ભદોરીયા)

Admin

Admin

9909969099
Right Click Disabled!