પાટણના સેવાભાવી કલાકાર વર્તમાન સમયની મહામારીમાં વહાવી રહ્યા છે સેવાનો ધોધ

કોરોનાની મહામારી વર્તમાન સમયમાં ધમધમી રહ્યો છે, તેમજ કપરા સમયમાં અનેક સેવાભાવીઓ તન મન અને ધનથી બનતી સેવા ગરીબોને અર્પી અવિરત સેવાની સુવાસ ફેલાવી રહ્યાં છે, ત્યારે પાટણના સેવાભાવી અને બ્રહ્મસમાજના રત્ન એવા કલાકાર ધીરેનભાઈ મહેતા જેઓ સેવાનો ધોધ વહાવી અનોખી સેવા કરી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. જોકે આવી મહામારીમાં પણ સતયુગના સાચા નરસૈયા ભક્ત સમાન પાટણના લોકપ્રિય કલાના સાધક ધીરેનભાઈ મહેતા માનવસેવાના કાર્યમાં સહભાગી બની કામગીરીમાં વ્યસ્ત બની સેવાનો ધોધ ધમધમતો રાખી રહ્યાં છે.
તેઓ જરૂરિયાત મંદ લોકોને રાશન કીટનું વિતરણ કરી ઉમદા કાર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ દેશ હિતમાં સદૈવ કામગીરી બજાવી કાર્યના ફળ સ્વરૂપે ગરીબ લોકોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યાં છે. કલાને આકાર આપી દર્શકો સમક્ષ રજૂ કરીને મનોરંજન પૂરું પાડતા ધીરેનભાઈ મહેતા તેઓ ફેસબુકના માધ્યમથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યે લાઈવ થઈ લોકડાઉનમાં ઘરે બેઠા ભજન- ગીતોના સૂર લલકાવી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યાં હોઈ શૂરના રણકારથી દર્શકો પણ મંત્રમુગ્ધ બની જાય છે, ત્યારે આવા વિકટ સમયમાં પણ કળીયુગમાં સાચા નરસૈયા સમાન ખીલી ઉઠેલ પાટણના કલાકાર ધીરેનભાઈ મહેતાનું કાર્ય ખરેખર માનવતાના દર્શન કરાવે છે જે સરાહનીય છે.
રીપોર્ટ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)