NYKS બનાસકાંઠા દ્વારા સરાહનીય કામગીરી બજાવતા કાર્ય બન્યું પ્રેરણાદાયી

વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે આવી આપતીકાલ પરિસ્થિતિમાં ભારત સરકાર સંચાલિત નેહરૂં યુવા કેન્દ્ર સંગઠન પાલનપુર(બ.કા.)ના યુથ વોલેન્ટીયર્સ યુવક મંડળના કાર્યકરો બનાસકાંઠા જીલ્લામાં કોરોના મહામારીથી બચવા માટે લોકોને અનોખી અને આગવી પ્રદ્ધતિ એટલે કે જનતા કરફ્યુથી માંડીને આજ દિન સુધી લોકડાઉન સમયગાળા દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે, જે ખરેખર સરાહનીય છે. જેમાં મોબાઈલ સેવાથી ગ્રામ્ય સ્તરના લોકોને ઘરમાં રહો- સુરક્ષિત રહો, બહાર જવાનુ ટાળો, હાથને વારંવાર સેનેટરાઈઝ કરવા, મોઢા પર માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતના અનેક લોક જાગૃતિના સંદેશા લોકહિતમાં પહોંચાડયા છે તેમજ આરોગ્ય સેતું એપ્લીકેશન, આઈ ગોટ દિક્ષા એપ્લીકેશન ડાઉનલોડ કરવી અને કરાવવી જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે જે માનવતાના દર્શન કરાવે છે.
આ ઉપરાંત રક્તદાન કેમ્પનું આયોજન કરી લોકોને ઉપયોગી સાબિત થયા છે. આરોગ્ય સેતું એપ્લીકેશન બનાસકાંઠા જીલ્લામાં 2100 અને આઈ ગોટ એપ્લીકેશનમાં 4000ની સંખ્યામાં રજીસ્ટ્રેશન કરી સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જોકે આવી સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ધમધમતી રહેશે તેમ નેહરું યુવા કેન્દ્ર બનાસકાંઠા જીલ્લા સંયોજક દ્ધૂપદભાઈ જોષીએ જણાવ્યું હતું, તેમજ બનાસકાંઠા જીલ્લાના 14 તાલુકાના એન.વાય.કે.એસ.ના તમામ કાર્યકર્તાઓની અવિરત સક્રિય ભૂમિકા રહી છે, તથા એનવાયકેએસ બનાસકાંઠામાં કાર્ય પર નિરક્ષણ રાખતા અને કાર્યકરોને હરહંમેશ જરૂરી માર્ગદર્શન પુરું પાડનાર એવા એનવાયકે પાલનપુરના ટ્રેનિંગ ઓફ ટ્રેઇનર્સ અમીચંદભાઈ શ્રીમાળી જેઓ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી યુવા કાર્યકરોનો ઉત્સાહ વધારી મનોબળ પુરૂં પાડી રહ્યાં હોઈ નેહરૂં યુવા કેન્દ્ર સંગઠન બનાસકાંઠા જીલ્લાનું કાર્ય ખરેખર પ્રસંશાને પાત્ર બન્યું છે.
રિપોર્ટ : તુલસી બોધુ, બ.કા.
દૈનિક લોકાર્પણ ન્યૂઝ