ખેડબ્રહ્મા : પ્રાંત અધિકારી શ્રી કે. એસ. મોદી સાહેબનો વિદાય સમારંભ

- ફરજ ના ભાગ રૂપે પ્રાંત અધિકારીશ્રી કે.એસ. મોદી સાહેબની મહેસાણા ખાતે બદલી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા ના પ્રાંત અધિકારી શ્રી કે.એસ.મોદી સાહેબ ની ફરજના ભાગરૂપે મહેસાણા ખાતે બદલી થતા પ્રાન્ત કચેરી ખેડબ્રહ્મા સભાખંડ ખાતે તેમનો વિદાય સમારંભ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સોસિયલ ડીસ્ટંસનું પાલન અને ફરજિયાત માસ્ક સાથે વિદાય સમારંભ નું આયોજન. પ્રથમ જિલ્લા કલેકટર અને સમારંભ અધ્યક્ષશ્રી સી.જે.પટેલનુ શાલ, શ્રીફળ અને મોમેટ આપી પ્રાંત અધિકારી શ્રી મોદી સાહેબે સન્માન કર્યું હતું. તારીખ 5 -10 -2017 ના રોજ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી તરીકે શ્રી મોદી સાહેબે નોકરી ની સફર ખેડબ્રહ્મા ખાતે શરૂ કરી હતી.
ખૂબ ટૂંકાગાળામાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં સરાહનીય કામગીરી કરી ત્રણેય તાલુકાના લોકોનો અને સ્ટાફ મિત્રો નો ખૂબ પ્રેમ મેળવ્યો હતો. વારસાઈ ઝુંબેશ માં 1087 જેટલી નોંધો પડાવી વારસો ના નામ દાખલ કરેલ ૨૦૦ જેટલા નિરાધાર વૃદ્ધ સહાય,સંકટ મોચન સહાય, ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય અને વિધવા સહાય ની કામગીરી કરી સહાય અપાવી. મતદાર યાદી સતત સુધારણાની કામગીરી માં ગુજરાત રાજ્યમાં બેસ્ટ મતદાર નોંધણી અધિકારી નો ગુજરાત કક્ષાનો એવોર્ડ પણ મળેલ. covid 19 ની કામગીરી પણ સફળ રીતે પાર પાડી.
ખેડબ્રહ્મા તાલુકાના આજુબાજુના ૨૦૦ જેટલા જરૂરિયાત મંદોને સેવાભાવી સંસ્થાઓ ની મદદથી lockdown દરમિયાન જમવાનું પૂરું પાડ્યું. આ વિસ્તારની ગરીબ આદિજાતિ પ્રજાના કામો કરી લોકચાહના મેળવી. દરેકને સાથે રાખી ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર નો વિકાસ એમનો જીવનમંત્ર રહ્યો.
એવા પ્રાન્ત અધિકારી શ્રી મોદી સાહેબ ની વિદાય સમારંભમાં ખેડબ્રહ્મા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત કચેરી ખેડબ્રહ્મા અને મામલતદાર કચેરી ખેડબ્રહ્મા, વિજયનગર ના સ્ટાફ મિત્રો દ્વારા શ્રીફળ ,મોમેટ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ખેડબ્રહ્મા તાલુકાની વિવિધ સંસ્થાઓ, સંગઠનો તેમજ ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એસોસિએશન વતી પ્રમુખ ઉપપ્રમુખદ્વારા શાલ ઓઢાડી વિદાય લઈ રહેલ પ્રાંત અધિકારીશ્રી મોદીસાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા નગરજનો નો પ્રેમ જોઇ પ્રાંત અધિકારી શ્રી મોદી સાહેબે ભાવુક બની ઉપસ્થિત નગરજનો નો સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલે પણ પ્રાન્ત અધિકારી શ્રી મોદી સાહેબની કામગીરી ની કદર કરી હતી અને આપણે એક પ્રામાણિક અધિકારી ગુમાવી એ છીંએ એવી લાગણી વ્યક્ત કરી હતી સાથે મોદી સાહેબ ને શુભેચ્છાઓ પાઠવી હતી
ઉપરાંત ખેડબ્રહ્મા નગરજનો નેં કોરોના મહામારી સંદર્ભે સોસીયલ ડીસટંનસ અને કામ વગર બહાર ના નીકળવા પર ભાર મૂક્યો હતો. અંતમાં ખેડબ્રહ્મા તાલુકાપત્રકાર એસોસિએશન પ્રમુખ શ્રી ધીરુભાઈ એ વિદાય સમારંભ માં ઉપસ્થિત મહાનુભાવો અને કલેકટર શ્રી સી.જે.પટેલનો પ્રાંત કચેરી વતી આભાર વ્યક્ત કર્યો હતો.
ધીરુભાઈ ખેડબ્રહ્મા