ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા 11 બાઈકોનો ભેદ ઉકેલાયો

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા 11 બાઈકોનો ભેદ ઉકેલાયો
Spread the love
  • ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ની સરાહનીય કામગીરી
  • તપાસ દરમિયાન જુદા જુદા સ્થળોએથી ચોરાયેલી બાઈક નો પર્દાફાશ
  • ખેડબ્રહ્માં પો.સ્ટે.ના વાહન ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી અન્ય ચોરીઓના ગુન્હાઓની કુલ-૧૧ મોટરસાયકલ કિ.રૂ.૨,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ રીક્વર કરતી ખેડબ્રહ્મા પોલીસ

ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ વધતા ગુન્હાઓ અટકાવી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન લગતા ગે.કા.દારૂની હેરાફેરી ના ગુન્હાઓ શોધી કાઢી ગુન્હાઓ અટકાવવા સારૂ આપેલ સુચના અન્વયે .પોલીસ અધીક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ કરેલ સૂચના મુજબ ખેડબ્રહ્માં બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર અમો વી.બી.પટેલ પો.સ.ઇ.ખેડબ્રહ્માં પો.સ્ટે.તથા પોલીસસ્ટાફનાવિષ્ણુભાઇઅમરાજી એ.એસ.આઇ. તથા નિલમબેન તથા રાકેશકુમાર સુરમાજી તથા . જયંતીકુમાર ધુળાજી તથા રાજેન્દ્રસિહ જસવંતસિહ તથા પો.કો જયદીપભાઇ જીતુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ મળી વાહન ચોરીઓ સંબંધે તેમજ વિદેશી દારૂની હેરાફેરી સબંધે બનતા ગુના અટકાવવા સારૂ વાહનચેકીંગમાં હતાં.

તે દરમ્યાન આરોપી શંકરભાઇ સન/ઓ લશમાભાઇ લાડુભાઇ જાતે.તરાલ ઉવ.૨૧ ધંધો.ખેતી રહે.મહાદતા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાનવાળાને ખેડબ્રહ્મા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૫૨૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હામાં તેમજ આરોપી-ગોવાભાઇ સન/ઓ બાબુભાઇ હોમાભાઇ બુંબડીયા ઉવ.૨૧ તથા તેની સાથે બે ઇસમ રહે.જોગીવડ તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાનવાળાને ખેડબ્રહ્માં પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૫૨૭/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હામાં ચોરીમા ગયેલ મુદ્દામાલના મોટરસાયકલ સાથે પકડી પાડી પોલીસ રીમાન્ડ પર મેળવી ઉડાણ પૂર્વક પુછપરછ કરતા સહ-આરોપી ગોવિંદ મિરખાન પારગી તથા સુરેશ ધર્મા પારગી તથા અજીત ભગારામ પારગી તમામ રહે સડા તા-કોટડા જી ઉદેપુરવાળાઓ ભેગા મળી અલગ અલગ જગ્યાએ થી ચોરી કરેલાની કબુલાત કરતા તપાસ દરમ્યાન તેઓની પાસે થી કુલ- ૧૧ મો.સા.કુલ કિ. રૂ.૨,૩૦,૦૦૦/-ના મુદ્દામાલના મો.સા રીક્વર કરી ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશનના તેમજ જિલ્લાના વણશોધાયેલા ગુનાઓ શોધવા માટેની સઘન પુછપરછ ચાલુમાં છે તેવું ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વી બી પટેલે જણાવ્યું હતુ.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20200717-WA0035.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!