ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા દરેક તાલુકા મથકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરેલ છે. આ ડોનેશન કેમ્પ ની સફળ બનાવવા માટે અધિક્ષકશ્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એ પ્રાંત અધિકારીશ્રી ના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે. તથા બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાતા લાભ લઇ શકે તે સારું તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને પણ જરૂરી સુચના માર્ગદર્શન આપી કેમ્પ સફળ રહે તે મુજબ આયોજન કરવાનું રહેશે.
હાલમાં ચાલી રહી covid 19 ની મહામારી ને ધ્યાને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ નું પાલન થાય તે સુનિશ્ચિત કરી રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાતા તથા ઉપસ્થિત તમામ લોકોએ ફરજિયાત માસ્ક,સોશિયલ distance, હેન્ડવોશ જેવી આવશ્યક તમામ બાબતની કાળજી રાખી કેમ્પને સફળ બનાવવા કામગીરી કરવાની રહેશે.
ખેડબ્રહ્મા તાલુકા sdh ખેડબ્રહ્મા દ્વારા તારીખ 28 7 2020 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તારીખ 21 7 2020 થી તારીખ 20 10 2020 સુધી સાબરકાંઠા જિલ્લા માં જુદી જુદી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તો ખેડબ્રહ્મા તાલુકાની જાહેર જનતાને તા.28-7-2020 ના રોજ યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતા તરીકે જોડાવા નમ્ર અપીલ.
ધીરુભાઈ ખેડબ્રહ્મા