મજૂરને પન્નાની ખાણમાંથી ૩૫ લાખ રૂપિયાના હીરા મળ્યા

પન્ના : અહીંની હીરાની ખાણમાંથી એક મજૂરને કુલ ૩૦થી ૩૫ લાખ રૂપિયાની કિંમતના ત્રણ હીરા મળી આવતાં તે રાતોરાત લખપતિ બની ગયો છે. આ જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આપી હતી. સુબલ નામના આ મજૂરને છીછરી ખાણમાંથી મળેલા હીરા ૭.૫ કૅરેટ વજનના હતા. તેણે આ હીરા જિલ્લાની ડાયમંડ ઑફિસમાં જમા કરાવ્યા હતા અને સરકારી નિયમો અનુસાર આ હીરાની હરાજી કરવામાં આવશે. પન્ના જિલ્લાના ડાયમંડ ઑફિસર આર. કે. પાન્ડેએ વધુમાં જણાવ્યું હતું કે હીરાની જે ભાવે લિલામી થશે એ રકમમાંથી ૧૨ ટકા કરવેરો કાપ્યા પછી બાકીની રકમ સુબલને મળી જશે.’થોડા દિવસ પહેલાં એક મજૂરને પન્નાની એક ખાણમાંથી ૧૦.૬૯ કૅરેટ વજનનો એક હીરો મળ્યો હતો. પછાત પ્રદેશમાં આવેલો પન્ના નામનો પ્રદેશ હીરાની ખાણ માટે વિશ્ર્વમાં પ્રખ્યાત છે.