ડેરીની માંગરોળ તાલુકાની બેઠક ઉપરથી વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠકનો ૬૬ મતો સાથે ભવ્ય વિજય

ડેરીની માંગરોળ તાલુકાની બેઠક ઉપરથી વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠકનો ૬૬ મતો સાથે ભવ્ય વિજય
Spread the love

ગત શુક્રવારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી તથા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો ની જીવાદોરી સમાન સુરતની સુમૂલડેરીની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૪ બેઠકો ઉપર મતદાન થયું હતું. અગાઉથી બે બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી, જે બેઠકો ઉપર મતદાન થયું હતું એમની મતગણતરી આજે સુરત ખાતે કરવામાં આવી હતી, જેમાં માંગરોળ તાલુકાની બેઠક પર વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠકને ૬૬ મતો મળતાં એમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, કુલ ૭૬ મતદારોમાથી ૭૩ મતદારોએ મતદાન કર્યું હતું .જયારે ૭ મતો રાકેશભાઈ સોલંકી ને મળ્યા છે.જો કે આ બેઠક ઉપર છેલ્લે સમાધાન થતાં રાકેશભાઈ સોલંકીએ રાજુભાઇ પાઠકને ટેકો જાહેર કર્યો હતો.પરિણામ જાહેર થયા બાદ રાજુભાઈ માંગરોળ ખાતે આવી પોહચ્યા હતા. એમનું માંગરોળ તાલુકાની દૂધ મંડળીઓ અને અન્ય આગેવાનોએ ફટાકડા ફોડી, પુષ્પ ગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Screenshot_20200809_151947.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!