પેઢમાલામાં ગામે દીકરી જન્મતાં દંપતીનું કરવામાં આવે છે બહુમાન

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં યુવા સંગઠન દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત સોલંકી પરેશ ભાઈ સતીષ ભાઈ ના ઘરે દીકરીનો જન્મ થતાં યુવા સંગઠન ના સભ્યો દ્વારા પરિવારને ચાંદીની લક્ષ્મીજી ની પ્રતિમા આપવામાં આવી તેમજ મીઠાઈ ખવડાવી દંપતીનું બહુમાન કરાયું હતું બેટી બચાઓ અભિયાન અંતર્ગત પેઢમાલા ગામમાં કોઈ પરિવારમાં દીકરીનો જન્મ થાય તો તેમના ઘરે જઈને યુવા સંગઠન ના સભ્યો દ્વારા તે દંપતીનું બહુમાન કરી લક્ષ્મીજી ની પ્રતિમા આપવામાં આવે છે યુવા સંગઠનની આ પહેલ ને ગ્રામ જનોએ બિરદાવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)