કોરોનાનું ગ્રહણ : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું વિષ્ણુ મંદિર 27 થી 30 નવેમ્બર સુધી બંધ

- કાળિયા ઠાકરના દર્શનને લાગ્યું કોરોનાનું ગ્રહણ : કાર્તિકી પૂનમ ના મેળા બાદ મંદિરના દ્વાર બંધ
સરડોઇ : રાજ્યમાં કોરોનાની મહામારી એ ભરડો લીધો છે. તહેવારો બાદ સંક્રમણ બેકાબૂ બનતા પ્રસિદ્ધિ દેવ મંદિરો ના દ્વાર ફરી બંધ થયા છે. ત્યારે ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કાર્તિકી પૂનમનો લોકપ્રિય મેળો રદ કરવાનો નિર્ણય થયા પછી કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શામળાજીના વિષ્ણુ મંદિરને તા ૨૭ થી ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ચાર દિવસ માટે મંદિર બંધ રહ્યા પછી ૧ ડિસેમ્બરથી મંદિરમાં શ્રદ્ધાળુ રાબેતા મુજબ દર્શન કરી શકશે. અગાઉ કોરોના કાળમાં બે મહિના સુધી મંદિર બંધ રહ્યા પછી નવા વર્ષના દિવસો માં ફરો કાળિયા ઠાકરના દર્શનને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. શામળાજીના કારતકી પૂનમના મેળા માં લાખો લોકો ઉમટી પડતાં હોય છે. જેમાં સંક્રમણનું જોખમ વધુ હોઈ મેળો રદ કરવામાં આવ્યો હોવા છતાં મંદિર ખુલ્લું રહે તો કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન નું સંપૂર્ણ પાલન અશક્ય બની જાય તેમ હોવાથી હવે મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
દિનેશ નાયક, સરડોઇ