કડી APMC ડીરેકટર રમેશ પટેલે સાંસદ શારદા પટેલને કપાસની ખરીદીમાં કૌભાંડના આક્ષેપ સાથે પત્ર લખીને રજુઆત કરી

કપાસ વેચનાર ખેડૂતો ને કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા જ છેતરવામાં આવતા હોવાની ફરીયાદ મહેસાણા ના સંસદને કડી એપીએમસી ના ડિરેકટર દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહે તે માટે સરકારી એજન્સી CCI દ્વારા ગુજરાતમાં કપાસની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ પેદા થયી હોવાનું જોવા મળી રહ્યું છે.
કડી માર્કેટયાર્ડ ના ડિરેકટર અને ભાજપના આગેવાન રમેશ પટેલે મહેસાણા સાંસદ ને પત્ર લખી કેન્દ્ર સરકારની એજન્સી CCI દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે.આ ભ્રષ્ટાચાર માં સરકારી એજન્સીના અધિકારીઓ સાથે પ્રાઇવેટ જીનીંગ મિલના માલિકો પણ સામેલ હોવાનો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે.