દિલ્હી બ્લાસ્ટ બાદ અમિત શાહના ચૂંટણી કાર્યક્રમો રદ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત રદ કરી દીધી છે. એવું કહેવાઇ રહ્યું છે કે, કેટલીક પરિસ્થિતિઓને ધ્યાને રાખી અમિત શાહના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં છે. જો કે તમને જણાવી દઇએ કે ગૃહમંત્રી અમિત શાહના તમામ કાર્યક્રમો રદ થવા પાછળનું મુખ્ય કારણ દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ સામે વિસ્ફોટ અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી ઉપજેલી પરિસ્થતિને માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ નજીક ઔરંગજેબ રોડ પર થયેલા બ્લાસ્ટ બાદ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ) તરફથી એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. દ્વારા દેશના તમામ એરપોર્ટ, મહત્ત્વપૂર્ણ સંસ્થાનો, સરકારી બિલ્ડિંગ માટે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ બાદ આ તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામા આવી છે. આ ઉપરાંત મુંબઈમાં એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. સાંજે 6 કલાકે દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસ પાસે ઔરંગજેબ રોડ પર વિસ્ફોટ થયો હતો. જેમાં 3 વાહનોના કાંચ તૂટ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે, ચાલતી કારથી આઈડી ફેંકાયું હોવાની આશંકા છે.મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું કે, દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની બહાર થયેલા બ્લાસ્ટના કારણે રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપી સાથે ચર્ચા કરી રાજ્યની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવ્યો. મુંબઈ, પુણે અને અન્ય શહેરોમાં સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં લોકોએ એલર્ટ રહેવું જોઈએ અને શંકાસ્પદ વસ્તુઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસને સૂચના આપવી જોઈએ. બ્લાસ્ટને કારણે કોઈ મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. એવું સામે આવી રહ્યું છે કે-ફૂટપાથ પર ફ્લાવર પૉટમાં આ બ્લાસ્ટ થયો અને ચાલતી કારથી વિસ્ફોટક ફેંકવામાં આવ્યું હતું. બ્લાસ્ટનું સ્થળ ઈઝરાયલના દૂતાવાસની પાસેના જીંદાલ હાઉસ સામે થયો હતો. દિલ્હી પોલીસ કમિશ્નર પાસેથી અમિત શાહે આ અંગે માહિતી મેળવી હતી. આ મુદ્દે ઈન્ટેલિજન્સે પણ ગૃહ મંત્રી સાથે વાત કરી હતી.