જામનગર મહાનગરપાલીકા દ્વારા વધુ દશ મીલ્કત સીલ કરવામા આવી

જામનગર મહાનગરપાલીકા દ્વારા વધુ દશ મીલ્કત સીલ કરવામા આવી
Spread the love

• ૧૪૧ આસામીઓ પાસેથી બે દિવસમાં રૂ. ૫૪,૫૮,૭૮૩ સ્થળ પર વસૂલાત કરાઈ.

માર્ચ મહિનો આવતા જ જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા મિલકત વેરો ન ભરનાર આસામીઓની મિલકત જપ્તી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કમિશનરની સૂચના અનુસાર આસી.કમિશ્નર જીગ્નેશભાઈ નિર્મળ તથા ઓફિસર જી.જે.નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રિકવરી ટીમો દ્વારા મંગળ અને બુધવારે દરમિયાન વધુ ૧૦ મિલકતો જપ્તીમાં લેવામાં આવેલ છે. તેમજ બે દિવસમાં કુલ ૧૪૧ આસામી પાસેથી રૂ.૫૪,૮૫,૮૭૮૩ની વસુલાત સ્થળ પરથી કરવામાં આવી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૫૯.૨૨ કરોડની વસુલાત અને ૫૩ મિલકતોને સીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બે દિવસ દરમિયાન વધુ ૧૦ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં રણજીતસાગર રોડ પર ગુરુનાનક નગર, મારુ કંસારા હોલ પાસે રસિક ભાઈ નરસિંહભાઈ પાદરીયાની, કાલાવડ રોડ ઉપર પિયુષભાઈ ચંદ્રકાંત શાહ તેમજ કાલાવડ રોડ ઉપર મીનાબેન ચંદ્રકાંત શાહ એન્ડ ચંદ્રકાંત બી.શાહ, લિંડીબજારમાં જગજીવન પોપટ, લિંડીબજારમાં મુખડા યુસુફ અબ્દુલ સત્તાર, નાગનાથ ગેટ પાસે શ્રીપાલ બિલ્ડર્સ કે.એન.મહેતા, જુના રેલવે સ્ટેશન પાસે બળવંતરાય પંડિત સહિતના આસામીઓ મળી કુલ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

રિપોર્ટ : જીતેન્દ્ર નડિયાપરા (જામનગર)

JMC-Building.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!