સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે શ્રી હિતેશ કોયાએ ચાર્જ સંભાળ્યો

સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે શ્રી હિતેશ કોયાએ ચાર્જ સંભાળ્યો
Spread the love

જિલ્લા વિકાસઅધિકારી સુરતથી શ્રી હિતેષ કોયા(IAS) ની સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે નિમણૂંક થતાં હિતેષ કોયાએ આજે સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધો છે. સને- ૨૦૧૫ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS) સેવાઓમાં નિમણૂંક થયા બાદ ૨૦૧૬થી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી હિતેષ કોયા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના વતની છે અને શૈક્ષણિક લાયકાતમાં તેઓશ્રી બી.ઇ. સિવિલની પદવી ધરાવે છે. વર્ષ ૧૯૯૩માં ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને વલસાડમાં નાયબ કલેકટર તરીકે કામગીરી શરૂ કર્યા બાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર ખાતે ફરજ બજાવી ચુક્યા છે.

તેઓશ્રી  વડોદરા, ભરૂચ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. ત્યારબાદમાં વર્ષ ૨૦૧૫ માં  ભારતીય વહિવટી સેવામાં સંવર્ગ (IAS) સેવાઓમાં નિમણૂંક થયા બાદ વર્ષ ૨૦૧૬માં નવરચીત બોટાદ, ગાંધીનગર અને સુરત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.         અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા કાળ દરમિયાન સુરત જિલ્લાના વિકાસ અને પ્રજાકિય પ્રશ્નો ઉકેલવામાં શ્રી હિતેષ કોયાએ તમામ પ્રકારની કામગીરી સફળતાપૂર્વક બજાવી છે. હવેથી સાબરકાંઠાની જિલ્લાને શ્રી હિતેશ કોયાની સેવાનો લાભ મળશે.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20210518-WA0006-1.jpg IMG-20210518-WA0005-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!