મધ્યપ્રદેશનની માનસિક અસ્વસ્થ બેનનું પરિવાર સાથે મિલન કરાવતુ હિંમતનગરનું સખી વન સ્ટોપ સેન્ટર

ખેડબ્રહ્મા: મધ્યપ્રદેશનની માનસિક અસ્વસ્થ બેનનું પરિવાર સાથે
મિલન કરાવતુ હિંમતનગરનું સખી વન સ્ટોપ સેન્ટર
મધ્યપ્રદેશના સતના જિલ્લાના મૈહર ગામની માનસિક બિમાર મહિલા મોડાસના બજારમાંતી મળી આવે છે. તેના સગા વ્હાલા કોણ છે કોઇ ખબર નહિ પરંતુ એક સ્વજનની જેમ સાચવી પોતાના વતન પાછી મોકલી આપે તો પરીવારજનોને કેટલો આનંદ હોય તેવો જ એક સુખદ ક્ષણ બની હિંમતનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં
મોડાસા સખી વન સ્ટોપ સેન્ટરને ગત ૦૯ મે ૨૦૨૧ ના રોજ એક અજાણી સ્ત્રી માનસીક બિમાર બેન મળી આવી જયાં તેને આશ્રય આપવામાં આવ્યો
પરંતુ બેનની માનસીક હાલત એટલી ખરાબ હતી કે કઇ પણ જણાવવા સક્ષમ ન હોતી
તેથી આ બેન ને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા બાદમાં બેનને હિંમતનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી કાઉંસેલીંગ કરતા બેને માહિતી આપી કે તે મધ્યપ્રદેશના સતાના જિલ્લાના મૈહર ગામની વતાની છે
અને તેના પરિવારમાં મા-બાપ અને બે ભાઇ તથા બહેન પણ છે.
મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ત્યાં મૈહર ગામની એક માનસિક અસ્વસ્થ્ય મહિલા ત્રણ મહિના પહેલા ગુમ થયુ હોવાનું માલૂમ પડ્યું
જેને આધારે પરિવારજનો સાથે સંપર્ક કરતા હિંમતનગર ખાતે આવી પંહોચ્યા હતા.
પોતાના બહેનને લેવા આવેલા ભાઇ આંખમાં આંસુ સાથે કહે છે કે, પરિવારે આટલા દિવસો માં ખુબ જ શોધ-ખોળ કરેલ પરતું બેન ન મળતા બેનની ગુમ થવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી. પરિવાર હતાશ થઇને બેઠેલ હતો ત્યારે ૧૮ મે ૨૦૨૧ ના સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર માંથી ફોન આવતા પરિવારમાં ખુશી નો માહોલ આવ્યો આજે ૯૦ દિવસના રઝળપાટ પછી અમારી બહેન અમને સલામત પાછી મળતા ઘણો આનંદ થયો.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા