ભારતીય નૌસેનાએ બે MH 60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH)ની પ્રથમ બેચ સ્વીકારી

ભારતીય નૌસેનાએ બે MH 60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH)ની પ્રથમ બેચ સ્વીકારી
Spread the love

ભારતીય નૌસેનાએ 16 જુલાઇ 2021ના રોજ સેન ડિઆગો ખાતે નેવલ એર સ્ટેશન ઉત્તર આઇલેન્ડ પર યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેના પ્રથમ બે MH 60R મલ્ટી રોલ હેલિકોપ્ટર (MRH) USની નૌસેના પાસેથી સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમમાં USની નૌસેના દ્વારા ભારતીય નૌસેનાને ઔપચારિક રીતે આ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા હતા, જે USA ખાતે ભારતના રાજદ્વારી મહામહિમ તરનજિતસિંહ સંધુએ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન US નૌસેનાના કમાન્ડર નેવલ એર ફોર્સિસ વાઇસ એડમિરલ કેનેથ વ્હાઇટસેલ અને ભારતીય નૌસેનાના ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ (DCNS) વાઇસ એડમિરલ રવનીતસિંહ વચ્ચે હેલિકોપ્ટર સંબંધિત દસ્તાવેજોનું આદાનપ્રદાન પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210719-170704_Chrome.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!