દાહોદ ભર બજારમાં ભારે ધિંગાણું: દેવગઢ બારીયાના પીપલોદમાં પેસેન્જર ભરવા મામલે બે રીક્ષા ચાલકો વચ્ચે તકરાર

દાહોદ
ભર બજારમાં ભારે ધિંગાણું: દેવગઢ બારીયાના પીપલોદમાં પેસેન્જર ભરવા મામલે બે રીક્ષા ચાલકો વચ્ચે તકરાર, ત્રણ લોકોએ રીક્ષા ચાલકને મારમાર્યો
અપશબ્દો બોલી જાતિ અપમાની કરી ગડદાપાટ્ટુનો માર મારતા રીક્ષા ચાલકને શરીરે ઈજાઓ પહોંચી
ત્રણેય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દાહોદમાં દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ બજારમાં ઓટો રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે બે રીક્ષા ચાલકો વચ્ચે તકરાર થઈ હતી. એક રીક્ષા ચાલકને અન્ય રીક્ષા ચાલકે અને ત્રણ લોકોએ ભેગા મળી અપશબ્દો બોલી જાતિ અપમાની કરી ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. જેથી રીક્ષા ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી. ભર બજારમાં ભારે ધિંગાણું મચાવતાં ચકચાર મચી હતી.
રીપોર્ટ: નિલેશ આર નિનામા
દાહોદ જિલ્લા