સુરત માં ઇસ્કોન મોલ માં સ્પા ની આડ માં ચાલતો ગોરખઘંઘો ઝડપાયો

સુરત માં ઇસ્કોન મોલ માં સ્પા ની આડ માં ચાલતો ગોરખઘંઘો ઝડપાયો
Spread the love

સુરત માં આવેલ પીપલોદનાં ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતાં ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસ મિસિંગ સેલની રેડ પડતાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે 5 લલનાં અને 2 ગ્રાહક સહિત એક સંચાલક અને માલિકની કરી ધરપકડ કરી છે. પોલીસે કૂટણખાનામાં કામ કરતી થાઈલેન્ડથી આવેલી ચાર યુવતીઓ સામે ડિપોર્ટની કાર્યવાહી કરશેપોલીસને બાતમી મળતાં રેડ પાડવામાં આવી હતીઇસ્કોન મોલ મોલમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલી રહ્યું હોવાનું અને ગ્રાહકો પાસે પૈસા ખંખેરાય રહ્યા હોવાની જાણ થતા પ્લાનિંગ કરીને પોલીસે ગુપ્ત રેડ પાડી હતી અને તમામને રંગેહાથે પકડી પાડ્યા હતા.પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી. સાથોસાથ લલનાઓ પુરી પાડી દલાલની ભૂમિકા ભજવનારા વિજય પાટીલ વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ મળી 46 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
નોંધનીય છે કે પીપલોદ કારગીલ ચોક પાસે આવેલા વિમલહબ કોમ્પલેક્સનાં પાંચમા માળે કૂટણખાનુ ઝડપાયું હતુ. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોમ્પલેક્સના પાંચમા માળે દરોડા પાડ્યા હતા, પોલીસે સંચાલક યોગેશ ડાંગર ઝડપી પાડ્યો હતો. આ સિવાય પોલીસે થાઈલેન્ડની 6 યુવતીઓને બચાવી લીધી હતી. પોલીસે 13 હજાર રૂપિયા રોકડા, 4 મોબાઈલ, પેટીએમ, ચોપડા સહિત કુલ રૂપિયા 71 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20211130_100045.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!