કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે અસંગઠિત શ્રમિકોને ફાળવેલ લક્ષ્યાંક મુજબની નોંધણીની સમીક્ષા બેઠક મળી

ભરૂચ જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલ અસંગઠતિ શ્રમ યોગીઓની ઈ-શ્રમ પોર્ટલ ઉપર મહત્તમ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ
ટૂંકા સમયગાળામાં લક્ષ્યાંક મુજબની કામગીરી પૂર્ણ કરવા તેમજ પરિણામલક્ષી કામગીરી બની રહે તે અંગે કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું
કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે અસંગઠિત શ્રમિકોને ફાળવેલ લક્ષ્યાંક મુજબની
નોંધણીની સમીક્ષા બેઠક મળી
મનિષ કંસારા, ભરૂચ
ભરૂચઃ નેશનલ ડેટા બેઝ ઓફ અનઓર્ગનાઈઝડ વર્ક્સ(NDUW) પ્રોજેક્ટ હેઠળ જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ અને અસંગઠિત શ્રમિકોની ફાળવેલ લક્ષ્યાંક મુજબ થયેલ નોંધણી અંગેની સમીક્ષા બેઠક ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ભરૂચ જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અને લાયઝન અધિકારીશ્રીઓને સોપાયેલી જવાબદારી સુપેરે પાર પડે અને અસંગઠિત શ્રમયોગીઓની મહત્તમ નોંધણી થાય તે સુનિશ્વિત કરવા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, લેબર કમિશનરશ્રી જે.એ.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક્શ્રી સી.વી.લતા, આર.ટી.ઓ., વન વિભાગ, આઈ.સી.ડી.એસ. મત્સદ્યોગ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ અને સબંધિત અમલીકરણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ આંગણવાડી, આશાવર્કરો તથા આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ અને અન્ય સંલગ્ન શ્રમયોગીઓ, મનરેગા તથા સેલ્ફ હેલ્પ ગૃપ સાથે સંકળાયેલ શ્રમયોગી, સહકારી મંડળી, APMC, દુધ મંડળી સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, બાંધકામ ક્ષેત્ર, મધ્યાન ભોજન, પંચાયત વિસ્તારમાં કામ કરતા ખેત શ્રમિકો, ખાનગી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ તેમજ રિક્ષાચાલકો-ટેક્ષી ચાલકો, મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ, શ્રમયોગીઓની નોંધણી તથા ફેરિયા, રેસ્ટોરન્ટ, હોટલ, દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ લઘુ વેપારીઓ, ફળ અને શાકભાજી સાથે સંકળાયેલ વેપારીઓ તેમજ દુકાન માલિકો, વર્કશોપના માલિકો, મીલના માલિકો રોજગાર સાથે સંકળાયેલા તેમજ સ્વ-એજન્ટો લઘુ વેપારીઓ અને અન્ય લઘુ વેપારીઓ હેઠળના અસંગઠિત શ્રમિકોની નોંધણી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત થાય તે માટે ટૂંકાગાળામાં લક્ષ્યાંક મુજબની કામગીરી પૂર્ણ કરવા સાથે ઝીણવટભર્યા આયોજન કરી પરિણામલક્ષી કામગીરી થાય તે જોવા ઉપયોગી માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ આપી હતી.