જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી ગેરકાયદે પિસ્તોલ સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લેતી પોલીસ

જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી ગેરકાયદે પિસ્તોલ સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લેતી પોલીસ
Spread the love

જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી ગેરકાયદે પિસ્તોલ સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લેતી પોલીસ: સપ્લાયર નું નામ ખૂલ્યું

 

જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી જુનાગઢ પંથકના એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો. આ હથિયાર સુરેન્દ્રનગરના શખ્સે આપ્યું હોવાનું ખુલ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર એસ.પી.દિપન ભદ્રનની સુચનાથી એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર વોચ રાખી રહી છે. દરમ્યાન ગઇકાલે જામનગર એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને હરદીપ ધાધલને બાતમી મળેલ કે, જૂનાગઢમાં મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતો ભીમા કરશન ટાપરીયા નામનો શખ્સ ઠેબા ચોકડી પાસેથી પરવાના વગરની પિસ્તોલ લઇને પસાર થનાર છે. આ બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી આ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેના કબ્જામાંથી રૂા.25 હજારની કિંમતની ગણાતી પિસ્તોલ કબ્જે કરી હતી. આ પિસ્તોલ આરોપીને સુરેન્દ્રનગરના સમીર અનવર કંડાણી નામના ઇસમે આપી હોવાનું આરોપીએ જણાવતા આ શખ્સને ઝડપી લેવા પણ કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઇ. એસ.એસ.નિનામા, પી.એસ.આઇ કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, પી.એસ.આઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના માંડણભાઇ વશરા, સંજયસિંહવાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવાડીયા, ફિરોઝ દલ, હિરેન વરણવા, પ્રતાપ ખાચર, વનરાજ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા સહિતનાઓએ કામગીરી પાર પાડી હતી.

IMG-20211205-WA0089.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!