કોરોના સંક્રમણ: દાહોદની કેન્સર પીડિત પોઝિટિવ મહિલાનું નિધન, 84 નવા કેસ

દાહોદ જિલ્લામાં ત્રીજી લહેરમાં શનિવારના રોજ પ્રથમ મરણ નોંધાયુ હતું. દાહોદ શહેરની એક કેન્સરગ્રસ્ત મહિલા ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોઝિટિવ આવી હતી. ત્રણેક દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં કોવિડ પ્રોટોકેલ મુજબ તેની દફનવિધિ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 2250 લોકોના આરટીપીસીઆર અને 695 લોકોના રેપીડ ટેસ્ટ કરાયા હતાં. જેમાં કુલ 84 લોકો પોઝિટવ આવ્યા હતાં. પોઝિટિવ આવેલા લોકોમાં દાહોદ શહેરના 46 અને દાહોદના ગ્રામ્ય વિસ્તારના 6 કેસ આવ્યા હતાં.
45ને હોમઆઇસોલેટથી મુક્તિ, એક્ટિવની સંખ્યા 417 પર પહોંચી
દાહોદ 51,ઝાલોદ 6,બારિયા 12,લીમખેડા 1,સીંગવડ 2,ગરબાડા 6,ફતેપુરા 1,સંજેલી 1,હાલોલ 40,ગોધરા 24,કાલોલ 7,ઘોઘંબા 1,શહેરા 1
રીપોર્ટ: નિલેશ.આર .નીનામા
દાહોદ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756