પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં પોલીસકર્મીની ડિસ્ચાર્જ અરજી રદ

પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં પોલીસકર્મીની ડિસ્ચાર્જ અરજી રદ
Spread the love

જામજોધપુર : ૨૦૧૭ના અરસમાં જામજોધપુર મુકામે વસવાટ કરતા અને પાનબીડીનો વેપાર કરતા કેયુર પ્રવિણભાઈ કાલરીયાને જુગારના ગુન્હામાં અટક કરવામાં આવી હતી. જેમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. ડી.બી.ગોહીલ, ત્થા પોલીસ કોન્સ્ટેબલ કે.ડી.વાધેલા, કોન્સ્ટેબલ લાખાભાઈ ધ્વારા આરોપીને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમના પાસેથી રૂા.11,000ની રકમ પણ જુટવી લીધેલ હોય, અને તેમના ઉપર કસ્ટડી દરમ્યાન અત્યાચાર કરવામાં આવેલ હોય, અને તેમને અદાલતમાં રજુ કરવાના બદલે પોલીસ સ્ટેશનમાંથી જામીન મુક્ત કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ફરીયાદી કેયુરની તબીયત લથડી જતાં તેમને જામજોધપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમની સ્થિતી ગંભીર હોવાથી તેમને જામનગર ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા તેમના ઉપર પોલીસે કસ્ટડીમાં અત્યાચાર કરવામાં આવેલ, હતો તે અંગેની એસ.પી.ને લેખીત ફરીયાદ કરવામાં આવેલ પરંતુ કોઈ જ કાર્યવાહીઓ થઇ ન હોય, જેથી ફરીયાદીએ જામનગરની સ્પેશ્યલ વ્હયુમન રાઈટસ કોર્ટમાં સ્પે.વ્હયુમન રાઈટસ તળે ફરીયાદ દાખલ કરી હતી. જેમાં ચીફ કોર્ટમાં ઈન્ક્વાયરી કરવામાં આવી જેમાં આરોપીઓ સામે આઈ.પી.સી. 323 506 (2) વિગેરે ગુન્હો બનતો હોવાનો હુકમ કરી અને સ્પેશ્યલ કોર્ટને ફરીયાદ રીફર કરવામાં આવી હતી.

આરોપીઓ સામે સ્પેશ્યલ કોર્ટે હુકમ કરી અને આરોપી પી.એસ.આઈ.ડી.બી.ગોહીલ, કે.ડી.વાધેલા તથા લાખાભાઈ સામે સમન્સ ઈશ્યુ કરેલ અને સ્પેશ્યલ કાટે ર્માં હાજર થવા ફરમાન કરવામાં આવતા તત્કાલીન પિ.એસ.આઈ. તથા કોન્સ્ટેબલ લાખાભાઈ ધ્વારા અદાલતમાં તેઓ સામે ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવી હોવાની અરજી દાખલ કરી. તેમને આ ફરીયાદમાંથી મુક્તિ આપવા માટેની અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલી જતાં તમામ રજુઆતો દલીલો અને કેશ પેપર્સ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષ્ો થયેલ રજુઆતો માન્ય રાખી અને તત્કાલીન પિ.એસ.આઈ. ડી.બી.ગોહીલ, કોન્સ્ટેબલ લાખાભાઈ દ્વારા કરવામાં આવેલ ડીસ્ચાર્જ અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ હતાં. આ કેશમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નિતેશ મુછડીયા રોકાયેલા છે.

Picsart_22-04-09_16-09-45-535.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!