દ્વારકાના મહેશ્વરી સદનમાં રહેતી પરિણીત યુવતીને લગ્ન કરવાની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું

• એક બીજા આઠ વર્ષ પૂર્વે પરિચયમાં આવ્યા હતા અને મિત્રતા થઈ હતી
• અવાર નવાર ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં યાત્રાધામ દ્વારકા ખાતે મહેશ્વરી સદનમાં રહેતી એક પરિણીત યુવતી પર જામનગર જિલ્લાના સીકકા ગામે રહેતા ક્ષત્રિય શખ્સ દોઢ માસ સુધી તેણીની ઇચ્છા વિરુદ્ધ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેલ્લા આઠ વર્ષથી પરિચયમાં આવેલ આ શખ્સ ઈચ્છા વિરુદ્ધ દોઢ માસ સુધી શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દ્વારકા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ચારધામ પૈકીના એક એવા પવિત્ર યાત્રાધામ ખાતે જધન્ય ઘટનાં સામે આવી છે. મૂળ ઝારખંડ રાજ્યની અને હાલ અહીં પતિ સાથે રહેતી એક પરિણીતાનો જામનગરનાં સિક્કા ગામે રહેતા ધીરેન્દ્રસિંહ ભગુભા જાડેજા સાથે પરિચય થયો હતો. આઠ વર્ષ પૂર્વે પરિચયમાં આવેલ સિક્કાનાં શખ્સ તેણીની સાથે વિશ્વાસ ભર્યા સંબંધો કેળવી લીધા હતા. આઠ વર્ષનાં ગાળામાં તેનો વિશ્વાસ જીતી લઇ આરોપીએ તેમને લગ્ન કરવાની લાલચ આપી હતી. જેની સામે પરણિતા તાબે નહીં થતા આરોપી ધીરેન્દ્રએ ધમકાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીની સાથે અવાર નવાર ઈચ્છા વિરુદ્ધ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો.
ગત તારીખ ૨૬ એપ્રિલ થી ૧૩ જુન સુધીનાં ગાળા દરમ્યાન મહેશ્વરી સદન ખાતે લઇ જઇ આરોપીએ અવારનવાર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે પરપ્રાંતિય મહિલાએ આરોપી સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેની ઈચ્છા વિરુદ્ધ આરોપીએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે તેનો કબ્જો સંભાળી મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. બીજી તરફ આરોપીને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેવભૂમિ દ્વારકાની પ્રતિષ્ઠાને તાર તાર કરતી આ ઘટનાને પગલે યાત્રાધામ દ્વારકામાં ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756