વડાલીના રામપુર વાસણા ગામે જંગલી સુવરનો જીવલેણ હુમલો ત્રણ ગાયલ.

વડાલીના રામપુર વાસણા ગામે જંગલી સુવરનો જીવલેણ હુમલો ત્રણ ગાયલ.
વડાલી તાલુકાના રામપુર વાસણા ગામની સીમમાં આવેલ ખેતરોમાં ખેડૂતો મંગળવાર ના સાંજના સુમારે કામ કરી રહ્યા હતા તે વળાએ એકાએક જંગલી સુવરે ખડૂતો પર જીવલેણ હુમલો કરતા એક મહિલા સહિત બે પુરુષો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં રામપુર વાસણા ગામના શૈલેષભાઇ કચરાભાઈને માથાના ભાગે અને આંખ પર હુમલો કરતા ૧૦૮ ની મદદ થી સારવાર અર્થે ઈડર ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં તેવોની વધુ તબિયત લથડતા હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે રામપુર વાસણા ગામની મહિલા ધુળીબેન બાબુભાઈ ઠાકરડા જેઓને શરીરના ભાગે ઈજાઓ થતા ૧૨ જેટલા ટાંકા આવેલા છે અને અન્ય એક પુરુષ પર જંગલી સુવર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે અને જંગલી સુવર ત્રણ જેટલા ખેતરોમાં કામ કરી રહેલ ખેડૂતો પર હુમલો કરી નાસી છુંટતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300