જામનગરમાં જલાની જાર જેવા ગીચ વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની ઘટનાથી ભારે ચકચાર

ભંગાર વીણવા આવેલી મહિલા એક મકાનમાં એકલા રહેલા વૃદ્ધ મહિલાના હાથમાંથી સોના- ચાંદીની બંગડીની લૂંટ ચલાવી ફરાર,પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરામાં કેદ થયેલી મહિલાને શોધવા માટે ચોતરફ દોડધામ
જામનગરમાં જલાનીજાર જેવા અતિ ગીચ વિસ્તારમાં ધોળ દહાડે લૂંટની ઘટના બનતાં ભારે ચકચાર જાગી છે, અને પોલીસ તંત્ર સામે સવાલો ઊભા થયા છે. એક વિપ્ર મહિલા પોતાના ઘેર એકલા હતા, જે દરમિયાન ભંગાર વીણવા આવેલી મહિલાએ તેમના હાથમાંથી રૂપિયા ૧,૬૨,૫૦૦ ની કિંમતની સોનાની અને ચાંદીની બંગડીઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ની મદદથી ભંગાર વિણનારી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જલાની જાર બુટાના કુવા વાળી શેરીમાં રહેતા સવિતાબેન મુકુન્દરાય દવે નામના વયોવૃદ્ધ મહિલા ગઈકાલે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકલા હતા, જે દરમિયાન કેસરી સાડી પહેરેલી એક મહિલા ભંગાર લેવાના બહાને આવી હતી, અને તેણીએ સવિતાબેનની એકલતાનો લાભ લઈ તેના હાથમાં પહેરેલી સોનાની બે બંગડી અને ચાંદીની બે બંગડી સહિત ૧,૬૨,૫૦૦ ના કરેલા હાથમાંથી ઉતરાવી લૂંટ ચલાવી ભાગી છૂટી હતી.
સમગ્ર મામલે જાણ થયા પછી આડોશી પાડોશીઓ એકત્ર થયા હતા અને સવિતાબેનના પુત્ર જયેશ સુકુન્દરાય દવે એ આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા. જેમાં કેસરી સાડીમાં આવેલી ૩૦ વર્ષની મહિલા તેમાં કેદ થઈ હતી, જેના વર્ણનના આધારે પોલીસે ચારો તરફ નાકાબંધી કરી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300