મોડલ હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ ભરૂચ -2023નો એવોર્ડ એનાયત

મોડલ હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ ભરૂચ -2023નો એવોર્ડ એનાયત
Spread the love

ભરૂચ શહેરની જાણીતી મોડલ હિમાની ઝાંબરેને પુણે ખાતે યોજાયેલા એક સંભારંભમાં એવોર્ડ એનાયત કરાયો હતો.બ્યુટી ક્લબ એસોસિએશન દ્વારા ગ્લેમરર્સ બ્યુટી એવોર્ડ 2023નું આયોજન થયુ હતું. જેમાં મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સોનાલી કુલકર્ણીનાં હસ્તે હિમાની ઝાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી-2023નો એવોર્ડ અપાયો હતો.

ગુજરાત સરકાર માટે યોગ કોચ તરીકે સેવા આપતા હિમાની ઈન્ટરીઅર ડીઝાઈનીંગ ઉપરાંત મેકઅપ આર્ટિસ્ટનાં વ્યવસાય સાથે જોડાયા છે. એવોર્ડ મળ્યા બાદ તેમણે જણાવ્યુ હતું કે, જેટલા લોકોએ મને સપોર્ટ કર્યો છે એ તમામનો આ તબક્કે હું આભાર માનવા માંગુ છું. તેમણે ઉમેર્યુ હતું કે સક્સેસનો કોઈ શોર્ટકટ નથી હોતો. સફળ થવું હોય તો સતત મહેનત કરવી પડે છે. એક બે વર્ષમાં સફળતા મળતી નથી. એના માટે લાંબો સમય ટકી રહેવું પડે છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

Admin

Admin

9909969099
Right Click Disabled!