રાજકોટ જિલ્લાનો પોલીસ સ્ટાફ કરશે અંગદાનનો મહા સંકલ્પ

રાજકોટ જિલ્લાનો પોલીસ સ્ટાફ કરશે અંગદાનનો મહા સંકલ્પ
Spread the love
  • ગુજરાત પોલીસ દ્વારા યોજાનારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્રશિક્ષણ કેમ્પમાં સામેલ થનારા રાજકોટ જિલ્લાના પોલીસ જવાનો
  • હાર્ટએટેકના સમયે CPR ટ્રેનિંગ થકી નાગરિકોને પ્રાથમિક સારવાર પૂરી પાડશે રાજકોટ પોલીસ
  • ૧૦૮ના ખભેથી ખભો મિલાવીને ચાલશે ગુજરાતની પોલીસ
  • અંગદાન માટે ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૨૩૩૫૫૩૩

રાજયના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સેવા, સુરક્ષા અને શાંતિની ફરજ સાથે સાથે આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યક્તિના જીવ બચાવવા માટેનો અસરકારક પ્રાથમિક સારવાર એટલે CPR (“CARDIO PULMONARY RESUSCITATION”) આ તાલીમ આપત્તિના સમયમાં અસરગ્રસ્તોની જીંદગી બચાવવામાં અતિ મહત્વની સાબીત થશે. આ માટે રાજય સરકાર દ્વારા ગુજરાત પોલીસ માટે ૧૧ જૂને રાજયભરની ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળ પર ૨૪૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. તેમ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે જણાવ્યુ હતું.

આ તાલીમ રાજય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે યોજાશે. જે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR ની તાલીમ અપાશે. વધુમાં આ તાલીમની સાથે સાથે ગુજરાત પોલીસના ૫૦,૦૦૦ થી વધુ જવાનો ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક’ કરતો મહાસંકલ્પ કરશે. અંગદાન માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૫૫૩૩ સંપર્ક કરી શકાશે. રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટાફ પણ પોતાના શહેરમાં કે જિલ્લામાં આવતી મેડીકલ કોલેજ તેમજ વધારાના ઉભા કરેલ CPR તાલીમ સેન્ટર પર અચુક ટ્રેનિંગ મેળવે તેમ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક હિંગોળદાન રત્નુએ જણાવાયુ હતું.

(ગિરીશ ભરડવા) રાજકોટ

Admin

Admin

9909969099
Right Click Disabled!