પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા મંત્રીશ્રી

બિપરજોય વાવાઝોડાના પરિણામે કચ્છ-ભુજમાં ધરાશાયી થયેલા વીજપોલ પૂર્વવત કરવા તેમજ વીજ પુરવઠો પુન: ઉપલબ્ધ થાય તે માટે PGVCL ટીમ અને વીજ કર્મચારીઓ સતત કાર્યરત છે, ત્યારે માન. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માન. પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈ વીજ પુરવઠામાં થયેલી ક્ષતિ જાણીને વીજ પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપી.