રાધનપુર : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન મેળવતા ખેડૂતની કહાની

- બીપરજોય વાવાઝોડા નાં કારણે ચાલુ વર્ષે 25 ટકા ઉત્પાદન માં ઘટાડો થયો: ખેડૂત જેસંગભાઈ
- કામલપુર રમાબા ફાર્મ હાઉસમાં લીંબુ અને ખારેક નું ઉત્પાદન: આ વર્ષે ભાવ નહિ મળતાં મોટા પ્રમાણ માં નુકશાન થયા હોવાની ખેડૂત ની રાવ
પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકા નું એક એવું ગામ કે જ્યાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થાય છે. રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ખેડૂત જેસંગભાઈ ચૌધરી કે જેઓ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત “રમાબા ફાર્મ ખારેક” નું ઉત્પાદન કરે છે.સાથે લીંબુ નું પણ વાવેતર કરવામાં આવ્યું છે.અને દર વર્ષે સારું એવું ઉત્પાદન કરી સારી એવી ઈનકમ પણ મેળવી રહ્યા છે.પરંતુ આ સાલ બીપરજોય વાવાઝોડા ને કારણે તેમજ અનિયમિત અને વહેલા વરસાદ આવવાના કારણે આ ચાલુ વર્ષે ખારેક મોડી એટલે કે લાંબા સમય ગાળા બાદ આવી હોવાનું ખેડૂત એ જણાવ્યું હતું.જેને લઇને ખારેક નાં પાક માં બગાડ થતાં નુકશાન ની ભિતી સેવાઈ છે.
બીપરજોય વાવાઝોડા નાં કારણે જે ખારેક માં મીણ કાગળ બાંધવામાં આવે છે એ ઉડી જવાના કારણે ખારેક નાં વાવેતર અને પાક માં મોટું નુકશાન થવા પામ્યું છે. સાથે ભારે પવન ને લઇને લીંબુ નાં ઝાડ ધરાશાય થતાં મોટા પ્રમાણ માં નુકશાન થયા હોવાની વાત ખેડૂત જેસંગભાઈ ચૌધરીએ જણાવી હતી.ખારેક નાં ભાવ ને લઇને ખેડૂત જેસંગભાઈ એ જણાવ્યું હતું કે ગઈ સાલ કરતા આ ચાલુ વર્ષે ખારેક નાં ભાવ માં ઘટાડો જોવા મળ્યો છે ગઈ સાલ સારું એવું ખારેક નું ઉત્પાદન થયું હતું તેમજ ભાવ પણ મળ્યા હતા.જ્યારે ચાલુ વર્ષે આ સાલ ઉત્પાદન પણ ઘટયું છે અને ભાવ માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈ સાલ કરતા આ સાલ 25 % જેટલો ઘટાડો થયો હોવાની ખેડૂત ની ખેડૂત ની રાવ છે.. તો એકબાજુ વાવાઝોડા નાં કારણે ભારે નુકશાન અને વરસાદ વહેલા થતાં ખારેક અને લીંબુ નાં પાકમાં નુકશાન થવા પામ્યું છે. જ્યારે હાલ ખારેક નાં ભાવ માં ઘટાડો જોવા મળતા ખેડૂત એ ટેકાના ભાવને લઇને ઈનકમ ઓછી થઈ હોવાની વાત જણાવી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)