રાધનપુર : સેવા ભાવિ યુવાને 32 વર્ષની ઉંમરમાં 39 વખત રક્તદાન કર્યું

રાધનપુર : સેવા ભાવિ યુવાને  32 વર્ષની ઉંમરમાં 39 વખત રક્તદાન કર્યું
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં રક્તદાન સેવાના ક્ષેત્રે ખૂબજ જાણીતું યુવાનનું નામ : 32 વર્ષની ઉંમરમાં તેમણે 39 વખત રક્તદાન કર્યું*

પોતાના જન્મદિવસની ઉજવણી તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરે છે: જન્મ દિવસે બ્લડ ડોનેટ કરી ઉજવે છે જન્મ દિવસ

પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં રક્તદાન સેવાના ક્ષેત્રે ખૂબ જાણીતું નામ એટલે શૈલેષભાઈ ભાવાભાઈ ઠાકોર કે જેઓ સદારામ બ્લ્ડ સેવા સમિતિ સાથે તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓ નાં ગ્રુપ સાથે સંકળાયેલા છે. 25 માર્ચ 1991ના રોજ જન્મેલા શૈલેષભાઈ રક્તદાન સેવા ક્ષેત્રે રાધનપુર વિસ્તારમાં હંમેશા તત્પર હોય છે. તેમણે ધોરણ12 સુધીનો અભ્યાસ કરેલ છે. સર્વોદય આંખની હોસ્પિટલ – રાધનપુર ખાતે હાલ તેઓ કાર્યરત છે.

વિશેષમાં તેમના વિશે જોઈએ તો, તેઓ કોઈપણ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. માનવ સેવા એજ પ્રભુ સેવા એ એમનો જીવનમંત્ર છે. હોસ્પિટલમાં લોહીની ઊભી થતી તાત્કાલિક જરૂરિયાતને પૂરી કરવાની વ્યવસ્થામાં પણ તેઓ હર હંમેશ ખૂબ ઉપયોગી બને છે. સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા તેઓ રક્તદાનનું આ પુણ્યકાર્ય કરી રહ્યા છે. 32 વર્ષની ઉંમરમાં તેમણે 39 વખત રક્તદાન કર્યું છે. પોતાના જન્મદિવસની ઉજવણી તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરે છે. જન્મ દિવસ ની ઉજવણી પોતે બ્લડ ડોનેટ કરવું, પક્ષીઓના માળા વિતરણ, પાણીના કુંડાનું વિતરણ, શાળાના બાળકોને ભેટ વગેરે કાર્યો દ્વારા જન્મદિવસની ઉજવણી કરી ઉદાહરણરૂપ બન્યા છે. અત્યાર સુધીમાં હજારો બોટલની જરૂરિયાત આ યુવાને પૂરી પાડેલ છે. કોરોના કાળમા પણ ખડે પગ રહી પ્લાઝમા બોટલ ની સેવા પણ કરેલ છે.

રક્તદાન સેવા ક્ષેત્રે આગળ આવવા વિશે જણાવતા તેઓ કહે છે કે, ” તેર વર્ષ પહેલાં મારા દાદીમાને અમદાવાદ સીવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે કોઈ જગ્યાએ લોહી મળતું ન હતું, ત્યારે કોઈ લોહી આપવા માટે આગળ આવતું ન હતું. એ સમયે મારે 18 વર્ષ પૂર્ણ થયા હોઈ મેં પહેલી વખત લોહી આપ્યું હતું. એ ઘટનાની મારા પર ખૂબ ઘેરી અસર થઈ ને ત્યારથી ખબર પડી કે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે રક્તદાતા શોધવા કેટલું અઘરું કામ છે. જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો માણસને બચાવવા સ્વજનો કેટલી દોડધામ કરતાં હોય છે અને કેટલા એ સમય એ લોકો હેરાન થાય છે. બસ ત્યારથી જ નક્કી કર્યું કે ‘રકતદાન કરવું જરૂરી છે અને લોકો ને રકતદાન કરાવવું પણ જરૂરી છે. આજે પણ રાધનપુર વિસ્તારમાં કોઈને લોહીની તાત્કાલિક જરૂરિયાત હોય તો ત્યાં પહોંચી શૈલેષભાઈ પહોચી વ્યવસ્થા કરાવી આપે છે. આ સેવાકીય બ્લડ ક્ષેત્રે સૌમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. માનવતાના આ કાર્યમાં સૌ મિત્રો જોડાતા ગયા ને અમે એમાં સફળ થયા એમ શૈલેષ ભાઈ એ જણાવ્યું હતું હજુ પણ આ ક્ષેત્રમાં લોકો આગળ આવે એ માટે સતત પ્રયત્નશીલ છીએ અને હર હંમેશ માનવ સેવા એજ પ્રભુ સેવા નાં મંત્ર સાથે આ યુવાન સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે ત્યારે રાધનપુર વિસ્તારના લોકોએ શૈલેષભાઈ ને કરેલ સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવતા અને શુભેચ્છાઓ પાઠવતા નજરે ચડ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230805_182017-0.jpg IMG_20230801_103559-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!