પાટણમાં રક્ષાબંધનના પર્વ પહેલા રાખી મેળાનું આયોજન

પાટણમાં રક્ષાબંધનના પર્વ પહેલા રાખી મેળાનું આયોજન
રાખી મેળા થકી હાથેથી બનાવેલી રાખડીઓનું વેચાણ કરીને રોજગારી મેળવતી સ્વસહાય જૂથોની બહેનો
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી.(જી.એલ.પી.સી) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો/સખીમંડળોનું કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ રક્ષાબંધનનાં પાવન પર્વ પહેલાં 7 દિવસીય રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રક્ષાબંધનની ઉજવણી પહેલાં જિલ્લાકક્ષાએ વિવિધ સ્ટોલ ઉભા કરી તા.22.08.2023 થી તા.28.08.2023 દરમ્યાન રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના નાં હસ્તે આજરોજ આ મેળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. પાટણની જનતાને આ રાખી મેળાનો લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તા.22.08.2023 થી તા.28.08.2023 દરમ્યાન સી.ટી. કોમ્પ્લેક્ષની સામે ફૂટપાથ વાળી જગ્યામાં પર મંડપ બાંધી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સવારે 10.00 થી સાંજે 7.00 કલાક સુધી આ સ્ટોલ પર રાખડી ખરીદી શકાશે. આ પ્રકારનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અવારનવાર કરવામાં આવે છે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહે. 7 દિવસ સુધી ચાલનારા આ રાખી મેળામાં વિવિધ સ્વ સહાય જુથોએ ભાગ લીધો છે. આ સ્ટોલમાં ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામનું બહુચર સખી મંડળ, પંચાસર ગામનું સધીમા સખી મંડળ, સંખારીનું ચામુંડા સખી મંડળ, સરસ્વતીના વડું ગામનું મહાદેવ સખી મંડળ, રાજપુર ગામનું જય હર સિદ્ઘ ભવાની સખી મંડળ, તેમજ સંખારીનું સંસ્કૃતિ સ્વસહાય જૂથ સખી મંડળનો સમાવેશ થાય છે.
વિવિધ રાખી મેળા સ્ટોલનું ઉદ્ઘાટન આજરોજ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.કે.મકવાણા, લીડ બેન્ક મેનેજર કુલદીપસિંહ ગહલોત, નાબાર્ડ ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજર રાકેશ વર્મા, RSETI ડાયરેક્ટર રૂદ્રેશ ઝુલા, DRDAનાં તમામ અધિકારીઓ-કર્મચારીઓ, NRLM નાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300