પાટણ: આઈ.ટી.આઈ. પ્રવેશસત્ર ઓગષ્ટ-2023ના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવું

પાટણ: આઈ.ટી.આઈ. પ્રવેશસત્ર ઓગષ્ટ-2023ના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવું
Spread the love

આઈ.ટી.આઈ. પ્રવેશસત્ર ઓગષ્ટ-2023ના ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવું

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔધોગિક તાલીમ સંસ્થા પાટણ ખાતે કેટલાંક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-2023માં બેઠકો ખાલી રહેલ છે. તેથી પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટ માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ બરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂપિયા પ0 રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંસ્થાને અરજી કરવાની રહેશે.
બેઠકો ભરવાના ચોથા રાઉન્ડ કાર્યવાહી ઔધોગિક તાલીમ સંસ્થા પાટણ ખાતે નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ કરવામાં આવનાર છે. જેનો પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ લાભ લેવા માટે આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા પાટણની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.
પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી/રજીસ્ટ્રેશન ફઈ ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની તારીખ 23.08.2023 થી તા.31.08.2023ની રહેશે.(રોજે રોજ સંસ્થા કક્ષાએ)
પ્રવેશ સત્ર શરૂ કરવાની તા.01.09.2023ની રાખવામાં આવી છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230801_172402.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!