રાધનપુર બનાસ નદીમાં પાણી છોડાયું :નદીકાંઠાના 50 થી વધુ ગામોનાં ખેડૂતોને લાભ મળશે

રાધનપુર બનાસ નદીમાં પાણી છોડાયું :નદીકાંઠાના 50 થી વધુ ગામોનાં ખેડૂતોને લાભ મળશે
શ્રાવણ મહિનામાં ભાવિકોને સ્નાન કરવાનો લ્હાવો મળશે: ભક્તોમાં આનંદની લાગણી છવાઈ
પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ નદીમાં નર્મદાના પાણી છોડવામાં આવતાં ભાવિ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.શ્રાવણ મહિનામાં ભાવિકોને સ્નાન કરવાનો લ્હાવો મળશે જેનેએને ભાવિ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.રાધનપુર બનાસ નદીમાં પાણી છોડાયું છે જેને લઇને નદીકાંઠાના 50 થી વધુ ગામોનાં ખેડૂતોને લાભ મળશે.ટોટાણા સ્થિત નર્મદા યોજનાની કેનાલના બે દરવાજા ખોલીને રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે બનાસ નદીમાં નર્મદાના પાણી છોડવામાં આવ્યા હતાં.
આ પાણી રાધનપુરની બનાસ નદીમાં વહેવા લાગ્યા છે.શ્રાવણ મહિનો હોઈ શ્રદ્ધાળુઓને સ્નાન કરવા માટે દૂરદૂર સુધી જવું પડતું હોય છે,પરંતુ હવે બનાસ નદીમાં નર્મદા મૈયાના પાણી છોડવામાં આવતાં નદીકાંઠાના 50 થી વધુ ગામોના ખેડૂતોને તો તેનો સીધો લાભ મળશે જ,સાથે-સાથે શ્રદ્ધાળુઓને પણ સ્નાન કરવાનો લ્હાવો મળી રહેશે.જેને લઇને શ્રદ્ધાળુંઓની લાગણી છે કે શ્રાવણ મહિનો બનાસ નદીમાં પાણી ચાલુ રાખવામાં આવે તેવું શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300