રાધનપુર : FPS એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાધનપુર : FPS એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
Spread the love

રાધનપુર: રેશન ડીલરોના પડતર પ્રશ્નો બાબતે હકારાત્મક જવાબ નહિ મળતા રેશન ડીલરો ગાંધીચિંધ્યા માર્ગે ઉતરવાની ચીમકી

રાધનપુર તાલુકા FPS એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું: મોટી સંખ્યામાં રેશન ડીલરો દુકાનદારો જોડાયા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નવીન તાલુકા સેવા સદન ખાતે આજરોજ રાધનપુર તાલુકા FPS એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.જેમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના રેશન ડીલરો જોડાયા હતા.રાધનપુર ખાતે અસહકાર ચળવળ અંતર્ગત જથ્થો નહિ ઉપાડવા બાબત સસ્તા અનાજની દુકાન ધારકોએ રેશન ડીલરો રાધનપુર મામલતદારને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાધનપુર શહેર ની દુકાનો માં જે 20 હજાર કમિશન ફિક્સ કરેલું છે.જે કમિશન હજુ નાની દુકાનદારો ને મળતું નથી. નાના દુકાનદારો એટલે કે સસ્તા અનાજની દુકાનદાર સંચાલકો ને એ કમિશન મળતું નથી. બીજી તરફ અનાજની ઘટ ની બાબત છે જે માંગણી વર્ષોની સસ્તા અનાજ દુકાનધારકો સંચાલકોની ની રહી છે. જેને લઇને આજરોજ રાધનપુર તાલુકા FPS એશોશીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા પહોચ્યા છીએ તેવું ઈશ્વરભાઈ પંચાલ એ જણાવ્યું હતું.

300 થી રેશન કાર્ડ ઓછા હોઈ તેવા દુકાનદારો ને ફિકસ વેતન તરીકે 20 હજાર આપવા સરકારે 8 મહિના અગાઉ એસોસીએશન પ્રમુખ અને હોદ્દેદારો ને કહેલું કે ઓપરેટર નાં 7500 અને 7500 અન્ય ખર્ચના કરી બીજા 5 હજાર સાથે ટોટલ 20,000 હજાર વેતન આપવાની વાત કરેલ અને 1% ઘટની જે ઘટ અને ફિકસ વેતન બાબત નો હજુ સુધી કોઈ સરકારે વિચારણા કરેલ નથી. એ બાબતે ગુજરાત રાજ્યના એસોસીએશન નાં પ્રમુખ અને જિલ્લા પ્રમુખના સૂચનાથી આજરોજ એસોસીએશન મળી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપીએ છીએ અને 1/9/2023 થી અવગા રહીશું અને સંપૂર્ણ પણે વેચાણ કરીશું નહિ જ્યાં સુધી અમારી માંગણી નહિ સ્વીકારે ત્યાં સુધી તેવું હરેશભાઈએ જણાવ્યું હતું.

સસ્તા અનાજની દુકાનો નો જથ્થો ઉપાડવા અને પરમીટ ઇસ્યુ કરવા બાબત ને લઇને રાધનપુર તાલુકાના સંચાલકોએ અવગા રહેવા નો ઘટસ્ફોટ કર્યો છે.મહત્વનું છે કે દુકાનદારો નું કહેવું છે કે જ્યાં સુધી 1% ઘટ અને નાના દુકાનદારો ને 20 હજાર ફિકસ વેતન ની માંગણી કરવામાં આવી છે.જ્યાં સુધી આ માંગણી નો સંતોષકારક જવાબ નહિ મળે કે માંગણી સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી કોઇપણ દુકાન નો જથ્થો ઉપાડવા કે પરમીટ ઇસ્યુ નહિ કરે તેવું સંચાલકો જણાવી રહ્યા છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230822_200153-0.jpg IMG_20230822_200234-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!