રાધનપુર નવનિર્માણ વિદ્યાલય ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એઇડ તાલીમ

રાધનપુર નવનિર્માણ વિદ્યાલય ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એઇડ તાલીમ
Spread the love

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યાલય ખાતે રાધનપુર મા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર બ્રાન્ચ દ્વારા ફર્સ્ટ એઇડ તાલીમ ની 5 બેન્ચ ના 150 વિદ્યાર્થીઓને ફર્સ્ટ એઇડ તાલીમ ના સર્ટી વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે રોટરી સ્થાપક ડૉ. મહેશભાઈ મુલાણી, રેડક્રોસ ચેરમેન ડૉ. નવીનભાઈ ઠક્કર, ડૉ દેવજીભાઈ પટેલ,ડૉ. પ્રવીણભાઇ ઓઝા, ડૉ. પિંડારીયા, ડૉ. પરેશભાઈ દરજી, સી.એમ ઠક્કર , એલ. જી. ઠક્કર , પરાસરભાઇ હલાણી, લક્ષમણજી ઠાકોર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુર રેડક્રોસ પરિવારના વાઇસ ચેરમેન ડૉ. દિનેશભાઇ ઠક્કર, ટ્રેઝરર મહેશ રાઠોડ, જોઈન્ટ સેક્રેટરી કાંતિભાઈ નાઇ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમ ની રૂપરેખા અને વ્યવસ્થા જયરાજસિંહ નાડોદા દ્વારા કરવામાં આવી હતી અને આવનાર મહેમાનો નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષા ની શુભકામનાઓ પાઠવવામા આવી હતી. ડૉ.મહેશ મુલાણી, ડૉ.નવીનભાઈ અને એલ.જી ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓ ને કાર્યક્રમ અંતર્ગત વિવિધ અભ્યાસલક્ષી વિશેના માર્ગદર્શન સહિત ઘડતર અંગે વક્તવ્યો રજુ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG-20230829-WA0056-0.jpg IMG-20230829-WA0055-1.jpg IMG_20230801_103559-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!