શંખેશ્વર મુજપુરના ખેડૂતોએ કેનાલ મા પીયત ના પાણીની માંગને લઈ અર્ઘનગ્ન બની કર્યો વિરોઘ

- પાટણ જિલ્લાના ધરતીપુત્રો નાં હાલ બેહાલ: ન વરસ્યો તો નજ વરસ્યો મેહુલિયો
પાટણ જિલ્લાના સમી શંખેશ્વર તાલુકાના અને મુજપુર ના ખેડૂતોએ કેનાલ મા પીયત ના પાણી માગ ને લઈ અર્ઘનગ્ન બની વિરોઘ દર્શાવ્યો હતો.પાટણ જિલ્લાના ઘરતીપુત્રો ના હાલ બેહાલ જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.પાટણના સમી શંખેશ્વર અને મુજપુર ના ખેડૂતોએ કેનાલ મા પીયત ના પાણીની માંગ ને લઈ અર્ઘનગ્ન બની વિરોઘ કર્યો હતો.જે નર્મદા ના પાણી ની માંગ સાથે સમી શંખેશ્વર ના ખેડૂતો અર્ધ નગ્ન બનીને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ખેડૂતોએ નર્મદા નહેરમાં પાણી છોડાવવા માટે વિરોધ દર્શાવ્યો છે. આ વર્ષે પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા કેનાલ માં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોને પિયતના પાણી ને લઇને માંગ ઉઠી છે.પાટણ જિલ્લાના સમી શંખેશ્વર ના ખેડૂતોએ કપડાં કાઢીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે નર્મદા નહેરમાં પાણી છોડવા માટે ખેડૂતોની પાણી છોડવા બાબત આ વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં ખેડૂતો પોતાના પાક બચાવવા માટે સરકાર સામે પાણી છોડવાની ખેડૂતોની માગ ઉઠી રહી છે.
વર્ષ 2012 માં નર્મદાની નવીન કેનાલો બની છે તેમ છતાં મુજપુર મનવરપુરા નંબર 2 માઇનોર કેનાલમાં આજદિન સુધી પાણી ના પહોંચતા ખેડૂતો લાલઘૂમ જોવા મળી રહ્યા છે.અગાઉ પણ ખેડૂતોની માંગ ઉઠવા પામી હતી ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વરના મુજપુર ગામની ડિસ્ટ્રીક કેનાલ મનવરપુરા માઇનોર 2 કેનાલની નવીન કામગીરી પર સ્ટે લાવવા ખેડૂતોની મુખ્યમંત્રીને રજુઆત પણ કરવામાં આવી હતી.વર્ષ 2012 માં નર્મદાની નવીન કેનાલો બની છે તેમ છતાં મુજપુર મનવરપુરા નંબર 2 માઇનોર કેનાલમાં આજદિન સુધી પાણી ના પહોંચતા ખેડૂતો લાલઘૂમ જૉવા મળ્યા હતા.ત્યારે શંખેશ્વર ખેડૂતોએ કેનાલ માં પિયત નાં પાણીની માંગને લઇને અર્ધનગ્ન બની વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકે જેથી ખેતરમાં વાવેતર કરેલ પાકોને નવજીવન મળી શકે તે હેતુ થી શંખેશ્વર નાં ખેડૂતોએ કેનાલ માં પિયત બાબતે પાણીની માંગ સાથે અર્ધનગ્ન બની વિરોધ કર્યો હતો.
રિપોર્ટર: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર