ભારે વરસાદને પગલે જિલ્લાના રાધનપુર-સમી-હારીજમાં પાકને વ્યાપક નુકશાનની ભિતી

ભારે વરસાદને પગલે જિલ્લાના રાધનપુર-સમી-હારીજમાં પાકને વ્યાપક નુકશાનની ભિતી
Spread the love
  • પાટણ જિલ્લા પંથકમાં બે દિવસથી સતત પડી રહેલાં વરસાદનાં કારણે એરંડા,કઠોળ સહિતનાં પાકો પાણીમાં તરબોળ..

સમગ્ર ગુજરાત માં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જિલ્લા સહિત સર્વત્ર પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ અનરાધાર વરસી રહ્યો છે.જ્યારે પંથકમાં ખેતરોમાં તૈયાર થયેલા કઠોળના પાક અડદ,મગ સહિતનો પાક ખેડૂતનાં મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતાં જગતતાત પર આફત આવી પડી છે.મોંઘી ખેડો,દવાઓ,બિયારણો સહિતનાં ખર્ચા માથે પડ્યાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જ્યારે આ વર્ષે કમોસમી વરસાદનાં કારણે પણ ખેડૂતોનો પાકમાં વ્યાપક નુકસાન થયું હતું.તો હાલમાં આશા કરતાં વધુ વરસાદ વરસતાં જગતના તાત પર આફત આવી પડી છે.તો ખેડૂત પણ મોટી નુકસાની સરકાર દ્વારા સર્વે કરી જગતના તાત પર આવી પડેલી મુશ્કેલીમાં સમયમાં વળતરરૂપે સહાય આપે તેવી માંગણી ઉઠવા પામી છે.

જાર એરંડા સહિતનો પાક પાણીમાં ડૂબ્યો….
પંથકમાં મોટાપ્રમાણમાં રોકડીયા પાક તરીકે એરંડાની ખેતી થાય છે.જ્યારે આગાઉ વરસાદે વિરામ લેતાં એરંડા અને જાર ની વાવણી વધુ પ્રમાણમાં કરવામાં આવી હતી.જે આજે સતત પડી રહેલાં વરસાદ કારણે પાણીમાં ગરકાવ થયો છે.જેથી જગતના તાત પર પેટ પર પાટા સમાન સ્થિતિ સર્જાઈ છે.જેથી ખેડૂત સરકાર સામે વળતરની આશા રાખી રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ બે દિવસથી મેધરાજાએ જિલ્લામાં ફરી એન્ટ્રી કરી છે. જેમાં પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે જેમાં ભારે વરસાદ પડતાં ઠેરઠેર નુકશાનના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદમાં જાર,એરંડા સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.પાટણમાં છેલ્લા બે દિવસથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને બે દિવસ દરમિયાન છ થી સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયુ છે.

ભારે વરસાદને પગલે અનેક ગામડાઓમાં પણ ખેતીનો પાક પાણીમાં ગરખાવ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રાધનપુર,હારીજ,સમી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૈયાર થયેલો બાજરી,જાર,એરંડાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ મહામહેનતે પાક તૈયાર કર્યો હતો.અને છેલ્લા એક અઠવાડિયાથી ખેતમજૂરો મારફતે લણીને ખેતરમાં રાખી હતી તે દરમિયાન જ વરસાદ શરૂ થઈ જતા તૈયાર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાન થયું છે. અને ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાયો છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG-20230919-WA0044-0.jpg IMG-20230919-WA0047-1.jpg IMG-20230919-WA0043-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!