રાધનપુરનાં સેવાભાવી યુવાને 40 મી વાર બ્લડ ડોનેટ કર્યું

- દર્દીને તાત્કાલિક AB+POSITIVE બ્લડ ની જરૂર પડતા બ્લ્ડ આપી સેવાભાવી યુવાન એ ઉતમ ઉદાહરણ પૂરું પાડયું
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સેવાભાવી યુવાને 40 મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું. દર્દીને તાત્કાલિક AB+POSITIVE બ્લડ ની જરૂર પડતા બ્લ્ડ આપી ઠાકોર શૈલેષભાઈ સેવાભાવી યુવાન એ ઉતમ ઉદાહરણ પૂરું પાડયું હતું.રાધનપુરની સરકારી હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દી ઠાકોર અલકાબેન પ્રકાશજી ને AB+POSITIVE બ્લડ ની જરૂર પડતા ભણસાળી બ્લડ બેંક મા દર્દીના પરિવારજનો પહોચ્યા હતા.
જ્યાં બ્લડ હાજર નાં હોય શૈલેષભાઈ ને જાણ કરતા સેવાભાવી યુવાન શૈલેષભાઈ તાત્કાલિક બ્લડ બેંક પહોચી બ્લડ ડોનેટ કર્યું હતું. મહત્વનું છે કે ઠાકોર શૈલેષભાઈ એ આ નાની ઉમરમાં 40 મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું અને આ સેવાકિય પ્રવુતિ સાથે જોડાયેલ યુવાને જણાવ્યું હતું કે આજે બાર વર્ષ પૂરા કર્યા છે અને બાર વર્ષ મા બ્લડ સાથે સાથે અન્ય પ્રવુતિ મા જોડાયેલા છે. સેવાકિય પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ, પક્ષી ઘર, ચકલી ના ચણ અને પાણી ના કુંડા નું પણ આ યુવાને વિતરણ કરી માનવ સેવા એજ સાચી સેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શૈલેષભાઈ એ જણાવ્યું હતું કે રકતદાન એ મહાદાન છે જેના દ્વારા કોઈક નો જીવ બચાવી શકાય છે જેથી પોતે સતત કાર્યશીલ રહે છે. એટલુજ નહિ પરંતુ શૈલેષભાઈ સદારામ બ્લડ સેવા સમિતી સાથે પણ જોડાયેલા છે અને સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યશીલ રહ્યા છે તેમજ રાધનપુર વિસ્તારમાં તેઓ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાઇ સેવા આપી રહ્યા છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)