સાંતલપુર : ગઢા ખાતે રહસ્યમય ઘટના : જમીન માંથી સતત નીકળી રહ્યા છે ધુમાડા નાં ગોટે ગોટા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢા ગામ ખાતે રહસ્યમય ઘટના સામે આવી છે. જેમાં બોરવેલ જેવા ખાડામાંથી રાત્રિના સમયે સતત ધુમાડા નીકળતા સમગ્ર સાંતલપુર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જમીનમાંથી ધુમાડા નાં ગોટે ગોટા નીકળતા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હતો.
સાંતલપુર તાલુકાના ગઢા કોરડા ગામનાં રોડ પર નદી નજીકના વિસ્તારમાં ચોકવનારી ઘટના સામે આવી છે.જે ઘટના માં જમીન માંથી અચાનક જ વરાળ નીકળતી હોવાથી લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે તેમજ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. છેલ્લા કેટલાક સમયથી જમીન માંથી ધુમાડા નીકળતા વિસ્તાર નાં લોકો પણ ધુમાડા જોવા માટે આ જગ્યા પર પહોંચ્યા હતાં.
જેમાં સમગ્ર સ્થળ પર પહોંચી આવેલ જિતુભા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમીન માંથી ધુમાડા સતત નીકળી રહ્યા છે.તેમજ રાત્રીના સમયે અંધારું થતાની સાથે જ આ ધુમાડા જોવા મળે છે જે વહેલી સવારે વધુ દેખાય છે. જેના કારણે આ ધુમાડો નીકળી રહ્યો છે તે ખબર પડતા લોકો પણ જોવા માટે આવી રહ્યા છે તેમજ ધૂમાડા સેના કારણે નીકળી રહ્યા છે તે ખબર પડતી નથી અને છેલ્લા કેટલાક દિવસો થી સતત જમીન માંથી ધુમાડો નીકળતા હોવાનું સામે આવિ રહ્યું છે. જમીન માંથી ધૂમાડા નીકળી રહેલ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. અને સતત જમીન માંથી નીકળતા ધુમાડા થી લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
જોકે સમગ્ર ઘટનાને પગલે વહીવટીતંત્ર એ પણ મુલાકાત લીધી હોય તેવું સામે જાણવા મળ્યું નથી ત્યારે જમીન માંથી નીકળી રહેલા ધુમાડા કયા કારણોસર નીકળી રહ્યા છે તે લોકોને જાણવું છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ એક હાલતો ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ હાલમાં સમગ્ર સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું છે અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
રીપોર્ટ: અનિલ રામાનુજ પાટણ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300