સમી : નિષ્ઠાવાન તાલુકા વિકાસ અધિકારી ની બદલી થતા ભ્રસ્ટાચારીઓમા ખુશીનો માહોલ.

સમી : નિષ્ઠાવાન તાલુકા વિકાસ અધિકારી ની બદલી થતા ભ્રસ્ટાચારીઓમા ખુશીનો માહોલ.
Spread the love

પાટણ જિલ્લાના સમી ખાતે નિષ્ઠાવાન તાલુકા વિકાસ અધિકારી ની બદલી થતા ભ્રસ્ટાચારીઓમા ખુશીનો માહોલ છવાયો હોવાની લોક ચર્ચા એ વેગ પકડ્યો છે. સમી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરીની બદલી કરવામાં આવી છે.જે બાબત ને લઇને ભ્રસ્ટાચારીઓમા ખુશી નો માહોલ છવાયો હોવાની લોક ચર્ચા એ વેગ પકડ્યો છે.

મળતી માહિતી મુજબ સમી તાલુકા પંચાયત મા જ્યારથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી સમી તાલુકામા ગ્રામીણ વિસ્તારમા વિકાસના કામોમાં કટકી કરતા તત્વોની કટકી બંધ થતા અમુક રાજકીય આશીર્વાદથી સમી તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈની બદલી કરવામાં આવી હોઈ તેવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.અને માત્ર ટૂંકજ સમય મા બદલી થતા સવાલોનો મધપૂડો સન સનેટાઇ રહ્યો છે. આ તાલુકા વિકાસ અધિકારીની બદલી નથી કરવામાં આવી પરંતુ વિકાસની બદલી કરવામાં આવી છે.જે લોક મુખે ચર્ચાઓ એ જોર પકડ્યું છે.તો બીજી તરફ ભ્રસ્ટાચારી વિરૂધ્ધ હર હમેશ એક્સન મૂડમા રહેતા તાલુકા વિકાસ અધિકારી ની બદલી થતા જાણે કે ખુશીનો માહોલ હોઈ તેવું સમી તાલુકા પંચાયત કચેરીમા જોવા મળ્યું છે તેવું લોકો જણાવી રહ્યા છે.

સમી તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરીની બદલી પાલનપુર ખાતે થતા સમી તાલુકા પંચાયત કચેરીના કોન્ટ્રાક્ટરો તથા પૂર્વ પદાધિકારીઓ દ્વારા સમી તાલુકા પંચાયત કચેરી ના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.નિષ્ઠાવાન તાલુકા વિકાસ અધિકારી સમી ખાતે બદલી થતાં તેઓએ તલાટીઓની ફરજિયાત કચેરી સમય દરમિયાન ગામે હાજર રહેવા બાબતે, વસુલાત કરવા બાબતે, વિકાસના કામોની સો ટકા ચકાસણી કર્યા બાદ જ ચુકવણું કરવામાં આવતું હતું જે આ તમામ વર્ગથી સહન ન થતાં રાજકીય આગેવાનો નો સાથ મેળવી બ્રીફ કરી બદલી કરાવેલ હોવાની વિગતો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.જો સરકારી નીતિ નિયમો મુજબ કે લોકોના સારી રીતે કામગીરી કરવા માટે આ રીતે બદલી કરી ઉજવણી કરવામાં આવતી હોય તો કોઈ પણ કર્મચારી કે અધિકારીનું મોરલ ડાઉન થઈ જાય તે પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ત્યારે અનેક સવાલો સાથે આ ઘટના ને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ , રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20240204_214006-0.jpg IMG_20240204_213940-1.jpg IMG_20240204_213919-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!