પાટણ: નાના નાયતા થી વાઘી થઇને ચારુપ કિમ્બૂવા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રીશ્રી

પાટણ: નાના નાયતા થી વાઘી થઇને ચારુપ કિમ્બૂવા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રીશ્રી
Spread the love

આજરોજ નાના નાયતા થી વાઘી થઇને ચારુપ કિમ્બૂવા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. આ રસ્તાથી ગામનાં લોકોની સુવિધામાં વધારો થશે.

આ પ્રસંગે ખાતમુહૂર્ત બાદ મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, સુવિધા વધે તો અનેક ફાયદાઓ થાય છે. આજે સરકાર દરેક વ્યક્તિની ચિંતા કરે છે. સરકાર, આગેવાનો જાગૃત હોય તો વિકાસ થાય છે. આજે આ રોડનાં ખાતમુહૂર્તથી 15 ગામોને ફાયદો થશે. હવે કોઇએ ચિંતા કરવાની જરુર નથી હુ ખાતરી આપુ છુ કે, આપનાં કોઈ પણ કામો હશે તે આપણે સૌ સાથે મળીને કરીશું. આજે કેન્દ્રની 17 યોજનાઓ અને રાજ્યની 28 યોજનાઓ ઘર આંગણે પહોંચી છે. કોઈ પણ લાભાર્થી યોજનાઓનાં લાભથી વંચિત ન રહી જાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે. હવે લોકોને કુવા પર પાણી ભરવા માટે જવું નથી પડતું. નળ સે જળ યોજના અંતર્ગત લોકોને ઘરે પાણી મળતું થયુ છે. ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન મળ્યું છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા રુ.10 લાખની મફત સારવાર લોકોને મળી રહી છે. આવો સૌ સંકલ્પ કરીએ કે નાયતા ગામનો કોઈ વ્યક્તિ યોજનાનાં લાભથી વંચિત ન રહે.કાર્યક્રમમાં મંત્રી સાથે દશરથજી ઠાકોર, ગામનાં આગેવાનો, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240204-WA0072-0.jpg IMG-20240204-WA0074-1.jpg IMG-20240204-WA0073-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!