રાધનપુર : મસાલી રોડ પર ત્રણ દિવસથી ગટર ઉભરાતાં લોકો પરેશાન

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આમતો ગટર વ્યવસ્થા ને લઇને અનેક પ્રશ્નો વારંવાર જોવા મળી રહ્યા છે.ત્યારે ફરીવધુ એકવાર રાધનપુરના મસાલી રોડ પર ત્રણ દિવસથી ગટર ઉભરાતાં લોકો પરેશાન જોવા મળ્યા છે.સોનલનગર સોસાયટીના પ્રવેશ દ્વારા આગળ ગંદું પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને આ ગંદા પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા વાહનચાલકો પરેશાન બન્યા છે તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોનાલનગર સોસાયટી પાસે પાણી ભરાઈ જતાં સોસાયટીમાં અવર જવર કરવામાં સ્થાનિક લોકોને મુશ્કેલી સર્જાઈ છે . આહીર બોર્ડિંગ છાત્રાલય પાસે પણ ગટરના ગંદા પાણી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.અહીંયા અભ્યાસ અર્થે આવતા બાળકો અને હાઇટેક માં રહેતા બાળકો માં રોગચાળાની ભીતી સેવાઈ રહી છે .
રાધનપુર શહેરમાં નગર પાલિકા ની બેદરકારી ને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.મસાલી રોડ પર દિવાળી,નવરાત્રી જેવા તહેવારો માં પણ ગટર ઉભરાતા ગટરના ગંદા પાણી જાહેર રોડ પર ઉતરી આવ્યા હોવાની વિગતો પણ અગાઉ સામે આવી છે.ત્યારે પાર્કે કરેલા વાહનો જાહેર રોડ ઉપર લોકોને હાલાકી પડી રહી છે .રાધનપુર શહેરના મસાલી રોડ પર 20 થી વધારે સોસાયટીઓ આવેલ છે.અને મમાલી રોડ ઉપર આવેલ સોસાયટીમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નાં અભાવે રાધનપુર મસાલી રોડ પર ગટર ઉભરાતા આ ગંદા પાણી ઉભરાઈ ને પછી રોડ પર ઉતરી આવે છે જેને લઇને
લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે . વારંવાર ગટર ઉભરવવાના કારણે ગંદા પાણી રોડ પર ઉતરી આવતા છેલ્લા ત્રણેક દિવસથી આ રોડ ઉપર ગટર નું ગંદુ પાણી રોડ રસ્તા પર ભરાઈ જતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો માં અવર નવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વીરનગર , સોનલનગર સોસાયટીના વગેરે સોસાયટી નાં જાહેર માર્ગો પર પાણી રોડ રસ્તા પર ઉતરી આવે છે અને વારંવાર લોકો પરેશાન બની રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા અને કામગીરી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300