સુકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર દ્વારા દેવ ગામે ક્ષેત્ર દિવસનું આયોજન કરાયું

સુકી ખેતી સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, રાધનપુર દ્વારા એગ્રીકલ્ચર ડેમોસ્ટ્રેશન ઓન ફાર્મ એન્ડ ઓન ફાર્મસ ફીલ્ડ, સોઇલ ટેસ્ટીંગ એન્ડ એક્ષટેન્શન એક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત રાધનપુર તાલુકાનાં દેવ ગામમાં ગુજરાત ઘઉં -451 નિદર્શન આપવામાં આવેલ હતુ. જે અંતર્ગત પટેલ હરજીભાઈ જીવાભાઈના ખેતરે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પર ક્ષેત્ર દિવસ (ફિલ્ડ ડે) નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં ખેતી મદદનીશ.જી.બી વાઘેલા દ્વારા સર્વે ખેડૂતોને સુકી ખેતી સંશોધન કેન્દ્રની વિવિધ ખેડૂતલક્ષી કામગીરી વિશે માહિતી આપવામા આવી હતી. ત્યારબાદ બી.કે.ગઢવી દ્વારા ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે તેમજ ક્ષારયુક્ત જમીન સુધારવા માટેની વિવિધ પદ્ધતિઓ વિશે વિસ્તારથી માહિતી આપવામા આવી હતી. ત્યારબાદ નિદર્શન લીધેલ ખેડૂતોએ નિદર્શનમાં આપેલ નવીન જાતની અને ઘઉંમાં ઉધઈના જૈવિક નિયંત્રણ માટે મેટારહીઝીયમની વિશેષતાઓ વિશેના પોતાના અનુભવો બીજા ખેડૂતોને જણાવેલ.કાર્યક્રમમાં સુકી ખેતી સંશોધન કેન્દ્ર, રાધનપુરના . બી.કે. ગઢવી (એસ.આર.એફ) અને. જી.બી. વાઘેલા (ખેતી મદદનીશ)તેમજ બહોળી સંખ્યામાં ખેડુત ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300