હારીજ ખાતે પત્રકાર એકતા પરિષદના તાલુકા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો

પાટણ જિલ્લાના હારીજ ખાતે પત્રકાર એકતા પરિષદના તાલુકા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે.જે કાર્યાલયના શુભારંભ દરમિયાન પાટણ જીલ્લા હોમગાર્ડ કમાન્ડટ સંજયભાઇ ઠાકોર જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ લેવલના હોદ્દેદારો તથા ચાણસ્મા સમી હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ હારીજ ખાતેના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ અને અધિકારીઓ સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્યમાં પત્રકાર એકતા પરિષદ બહોળો ફેલાવો ધરાવતું એક માત્ર સંગઠન છે જેમાં ૨૫૨ તાલુકા તેમજ ૩૩ જિલ્લાઓમાં પ્રસરેલા આ સંગઠન વધુમાં વધુ મજબૂત બને તેવા હેતુથી સમગ્ર ગુજરાત ભરમાં જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કાર્યાલયનો શુભારંભ કરવાનું પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા જણાવ્યું છે. ત્યારે પહેલા પાટણ જિલ્લા કાર્યાલય ત્યારબાદ ચાણસ્મા ખાતે કાર્યાલય નો શુભારંભ કરાવ્યા બાદ આજે હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદનો કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પાટણ જીલ્લા હોમગાર્ડ કમાન્ડટ સહિત મોટી સંખ્યામાં હારીજ શહેરના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ચાણસ્મા સમી તાલુકાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.
પાટણનાં હારીજ ખાતે આવેલ ગંજ બજાર રોડ પરના વેદાંત કોમ્પલેક્ષની અંદર હારીજ તાલુકા પત્રકાર એકતા પરિષદના કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ રીબીન કાપીને દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું .જેમાં પ્રદેશ હોદ્દેદારોમાં કમલેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ તેમજ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા જિલ્લા ઉપપ્રમુખ હસમુખભાઈ ઠક્કર હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજી તેમજ પાટણ તાલુકા પ્રમુખ જયેશભાઈ ગજ્જર મહિલા પ્રમુખ મીરાબેન પટેલ,જય જલારામ સેવા સમિતિ હિતેશભાઈ ઠક્કર, હારીજ તાલુકા પત્રકાર એસોસિયેશન સ્થાનિક પ્રમુખ કનુભાઈ ઠાકર તથા ચાણસ્મા હારીજ સમી પાટણના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજીએ જણાવ્યું હતું કે હારીજ તાલુકાના કોઈપણ નાનામાં નાના વ્યક્તિને કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેને વાંચા આપવા અમે તત્પર છીએ તેમજ તાલુકાના વિકાસ માટે જે કોઈ સમસ્યા તંત્ર સુધી પહોંચાડવી પડે તેને અમે ઉજાગર કરતા રહીશું તેમજ તાલુકાના સંગઠન થકી તમામ પત્રકારોની વેદના અમારા દ્વારા સાંભળવામાં આવશે તેમજ તેના પ્રશ્નોને પણ સંગઠન સુધી પહોંચાડી વાચા આપવા માટે અમે બંધાયેલા છીએ
તેમજ પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ સમગ્ર પાટણ જિલ્લામાં મજબૂત બની રહ્યું છે તેમજ કોઈપણ નાનાથી માંડીને ને મોટા પત્રકારને સંગઠનમાં જોડાવા માટે હાકલ કરવામાં આવે છે જેથી કરીને સંગઠન મજબૂત બને તથા સંગઠન દરેક પત્રકારોના પ્રશ્ન સામે લડવા બંધાયેલું છે.તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઝોન ૧૨ ના પ્રભારી રાજુભાઈ પટેલે આજના હારીજ તાલુકા ખાતે શુભારંભ કરેલા કાર્યાલય ની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો જિલ્લા હોદ્દેદારો તેમજ હારીજ ચાણસ્મા સમીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તથા હારીજ ખાતેના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ તથા અધિકારીઓ બધા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300