સાંતલપુર: ચારણકા સોલરપાર્કમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં સોલર પેનલ સહિત વાયરિંગ બળી ને ખાખ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર પ્લાન્ટ પાર્કમાં ટાટાના પચીસ મેગાવોટના પ્લાન્ટમાં સોલાર પ્લેટની નીચે રહેલ પ્લાન્ટમાં આગ ભભુકી હતી.અને જોત જોતામાં આગ વિરાટ સ્વરૂપ ધારણ કરતાં પુરા પ્લાન્ટમાં આગ ફરી વળી જેના પગલે કંપનીમાં સોલાર મોડ્યુલ અને વાયરિંગમાં નુકશાન થવા પામ્યું હતું. મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે .અને ચારણકા સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની સુવિધા નહિ હોવાને કારણે સાંતલપુરથી ફાયર ફાઇટર ને મંગાવ્યું હતું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300